‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં જોવા મળશે ટ્વિસ્ટ…

August 5, 2019 at 11:00 am


‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં અક્ષરા અને નૈતિક એટલે કે હિના ખાન અને કરણ મેહરાની લવ સ્ટોરીથી શરૂ થઇ હતી. ત્યારે શોમાં શિવાંગી જોશી અને મોહસીન ખાન મુખ્ય ભૂમિકામાં છે, જે નાયરા અને કાર્તિકની ભૂમિકામાં જોવા મળે છે. આ સ્ટાર્સ શોમાં ઘણા ભારતીય લાગે છે પરંતુ રીયલ લાઇફમાં આ સ્ટાર્સ ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ હોય છે.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દર્શકોની લોકપ્રિય સીરિયલ છે. આ સીરીયલને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. આ જ કારણ છે કે શોમાં આવનાર દિવસમાં અલગ અલગ ટ્વિસ્ટ જોવા મળતા હોય છે. અને ટીઆરપી લિસ્ટ ટોપ 5 માં પોતાનું સ્થાન જાળવીને રાખે છે. આ વખતે નિર્માતાઓ દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ લાવશે. ખરેખર, સિરિયલના નવા પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં નાયરા અને કાર્તિકનું મિલન થવા જઈ રહ્યું છે. હવે બંને એકબીજાની સામે આવશે.

પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે કાર્તિક અને વેદિકા લગ્ન કરવા જઇ રહ્યા હોય છે એ જ સમયે નાયરાની એન્ટ્રી થાય છે. કાયરવ કહે છે કે તે તેની માતાને પોતાની સાથે લઈને આવ્યો છે. ત્યારે નાયરને જોઈ કાર્તિક ચોંકી જાય છે. નાયરા કાર્તિકને માફ કરશે નહીં, કારણ કે કાર્તિકે તેના કેરેકટરને લઇ શંકા કરી હતી. હવે જોવાનું એ રહેશે કે નાયરા કાર્તિકને માફ કરશે કે પછી કહાનીમાં કંઈક અલગ જ ટ્વિસ્ટ જોવા મળશે.

Comments

comments