‘યે રિશ્તા’ ફેમ સ્વર્ણાના નખરા તોબા તોબા , મેકર્સે સીરિયલમાંથી કરી આઉટ

April 16, 2019 at 2:30 pm


યે રિશ્તા કયા કહલાતા હૈ સિરીયલની સ્વર્ણા એટલે કે પારૂલ ચૌહણના નખરાથી મેકર્સ ત્રાસી ગયા હતા ત્યારે પારૂલે શૉને અલવિદા કહી દીધું છે. તે આ સિરીયલ સાથે છેલ્લાં અઢી વર્ષથી જોડાયેલ હતી.

 

પારૂલ સિરીયલમાં દાદીનું પાત્ર ભજવવા માંગતી નહોતી. એટલે તેણે સામેથી જ સિરીયલને બાયબાય કહી દીધું. પરંતુ પડદા પાછળની કહાની કંઈક બીજી જ સામે આવી રહી છે. એક વેબસાઇટના કહ્યા પ્રમાણે, પારૂલના વલણથી મેકર્સ ઘણાં જ થાકી ગયા હતા. અને શૉના ડિરેક્ટર તેની સાથે કામ કરવાના મૂડમાં નહોતા.

 

પારૂલની ગેરહાજરીથી સિરીયલની ટીઆરપીમાં કોઈ ખાસ ફર્ક આવ્યો નથી. જે બાદ હવે મેકર્સ તેના આ વલણને સહન કરવાના મૂડમાં નથી. ઉલ્ટાનું પારૂલે જેવો પ્રોડક્શન ટીમને નોટિસ પીરિયડ લેટર મોકલ્યો કે ટીમે તેને માત્ર એક મેસેજ કરીને કહી દીધું કે પારૂલ હવે તમારે સેટ પર આવવાની કોઈ જરૂર નથી.

 

હીના ખાને પણ આ પહેલા અચાનક શૉ છોડી દીધો હતો જેની ખોટ પણ શૉની ટીઆરપીને નડી નહોતી. સિરિયલમાં હીનાનું કેરેક્ટર ઘર ઘરમાં જાણીતુ બન્યુ હતું. પરંતુ જવાથી કંઈ જ ફરક નથી પડ્યો તો પારૂલના જવાથી પણ ન જ પડે.

Comments

comments