‘યે હે મહોબ્બતે’ સીરીયલમાં આ એક્ટર નિભાવશે કરણ ભલ્લાનો કિરદાર….

July 18, 2019 at 11:35 am


સીરીયલ ‘યે હે મહોબ્બતે’ ના ચાહકો માટે આ એક ખરાબ સમાચાર છે. શોમાં રમન ભલ્લાની ભૂમિકા ભજવતા કરણ પટેલ શોને ગુડબાય કહેવવા જઈ રહ્યો છે. હા આ વાત સાચી છે. કરણે આ શોને ગુડબાય કહ્યું છે. હવે તે થોડા દિવસ પછી શોમાં દેખાશે નહીં. કરણના શો છોડ્યા પછી, નિર્માતાઓએ આ અભિનેતાને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટ મુજબ કરણ પટેલની બદલે ચૈતન્ય ચૌધરી આ શોમાં જોવા મળશે. ચૈતન્ય ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ , ‘કહીં તો હોગા’ અને ‘સિઆઇડી’ જેવા શો કરી ચુક્યો છે. તેમણે પહેલી સીરીયલ ‘દિલ હી તો હે’ માં અક્ષય ડોગરાને રીપ્લેસ કર્યો હતો.અને નેગેટીવ રોલ ભજવ્યો હતો. હવે તે રમણ ભલ્લાનો કિરદાર નિભાવતા જોવા મળશે

કરણએ આ શોને લોકપ્રિય સ્ટંટ શો ‘ખતરો કે ખિલાડી’ માં ભાગ લેવા માટે છોડી દીધો છે. કરણ પટેલ 1 ઑગસ્ટથી શોનું શૂટીંગ કરવા બલ્ગેરિયા જઈ રહ્યો છે. ‘ખતરો કે ખિલાડી ૧૦’ ના શોમાં કરણ પટેલ જ નહીં પરંતુ પૂજા બેનર્જી, અદા ખાન, કરિશ્મા તન્ના, યુવરાજ સિંહ અને કવિતા કૌશિક
જોવા મળશે.

Comments

comments