‘યે હૈ મહોબ્બતે’માં કરન પટેલની રીએન્ટ્રી….

November 7, 2019 at 10:27 am


થોડા સમય પૂર્વે કરન પટેલ કે જે ‘યે હૈ મહોબ્બતે’માં રમન ભલ્લાની ભૂમિકા અદા કરે છે તેને શોને છોડી દીધો હતો. કરન પટેલે ‘ખતરો કે ખિલાડી 10’ માટે આ શોને છોડ્યો હતો. શો છોડતા પહેલાં કરને એવું કહ્યું હતું કે, ‘યે હૈ મહોબ્બતે’શો અને તેના કો-વર્કર્સ હમેંશા તેની દિલની નજીક રહેશે. કરને શો છોડતાં ટીવી એક્ટર ચૈતન્ય ચૌધરીને રમન ભલ્લા તરીકે શોમાં લાવવામાં આવ્યો હતો. પણ હવે ફરી એક વાર રમન ભલ્લાની ભૂમિકામાં કરન પટેલ જોવા મળશે એટલે કે કરન પટેલની ‘યે હૈ મહોબ્બતે’ સીરીયલમાં રી-એન્ટ્રી થઇ છે. સૂત્રોની માનીએ તો, કરન પટલે ‘યે હૈં મહોબ્બતે’માં રમન ભલ્લાના રોલમાં પરત ફરી રહ્યો છે. ત્યારે તેણે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે કોણે એવી અફવા ફેલાવી કે તેણે શો છોડી દીધો છે. તે માત્ર આ શોથી થોડો સમય દૂર રહ્યો હતો, કારણ કે તે અન્ય કામમાં વ્યસ્ત હતો. આ શો તેની કરિયર તથા જીવનનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. ત્યારે હવે કરનની શોમાં રી-એન્ટ્રીને લઈને ચૈતન્ય ચૌધરીને આ સીરીયલમાં એક અલગ પાત્ર આપવામાં આવશે.

Comments

comments