યૌન ઉત્પીડનથી પીડિત બાળકોને પણ વળતર મળશે

September 6, 2018 at 10:44 am


યૌન ઉત્પીડનનો શિકાર બાળકોને પણ દુષ્કર્મ પીડિતાઆેની જેમ જ હવે વળતર મળશે. સુપ્રીમ કોર્ટે નેશનલ લીગલ સવિર્સ આેથોરિટી (નાલસા)ની યૌન ઉત્પીડન અને એસિડ હુમલાની શિકાર મહિલાઆે માટે બનાવવામાં આવેલી પીડિત વળતર યોજનાને બાળ યૌન ઉત્પીડન વિરોધી કાયદો (પોક્સો)ના મામલાને પણ અમલી બનાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર પોક્સો કાયદામાં પીડિતોને વળતર આપવા અંગે નિયમ ન બનાવે ત્યાં સુધી નાલસાની વળતર યોજનાને પોક્સો મામલામાં પણ દિશા-નિર્દેશ તરીકે લાગુ કરવામાં આવશે. નાલસાની પીડિત વળતર યોજના 2 આેક્ટોબરથી દેશમાં લાગુ થઈ જશે.
પોક્સો કાયદામાં જેન્ડર ન્યુટ્રલ છે. બાળકીઆેના યૌન ઉત્પીડન મામલામાં આઈપીસીની દુષ્કર્મની કલમ સામેલ થઈ જતી હતી. તેનાથી પીડિત બાળકોને નાલસા યોજના હેઠળ વળતર મળી શકતું હતું પરંતુ બાળક તેમાં આવતા નહોતા. આ આદેશ ગઈકાલે ન્યાયમૂતિર્ મદન બી.લોકુરની અધ્યક્ષતાવાળી બેન્કે યૌન ઉત્પીડનના શિકાર લોકો માટે વળતર પર બનેલી યોજનાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. આ અરજી એક મહિલા વકીલે રજૂ કરી છે. તેમાં કહેવાયું છે કે વળતરની રકમ અપરાધની શ્રેણી અનુસાર નહી બદલવી જોઈએ. કોર્ટને જણાવાયું કે સરકારે અત્યાર સુધી પોક્સો કાયદા હેઠળ પીડિતોને વળતરના જે નિયમ બનાવ્યા છે. પીઠે કહ્યું કે જ્યાં સુધી સરકાર પોક્સો હેઠળ વળતર આપવા અંગે નિયમ બનાવે છે ત્યાં સુધી નાલસાની વળતર યોજના પોક્સો મામલામાં પણ લાગુ થવી જોઈએ. કોર્ટે નાલસાની યોજના અને આ આદેશ પ્રત્યે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલવાનો આદેશ આપ્યો છે.

Comments

comments

VOTING POLL