યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા આલોક નાથની સિંટામાંથી હકાલપટ્ટી

November 14, 2018 at 11:04 am


ના આરોપોમાં ઘેરાયેલા ફિલ્મ અભિનેતા આલોકનાથની સિંટા એસોસિએશને હકાલપટ્ટી કરી છે. સિંટાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આલોકનાથ વિરુÙ અલગ-અલગ યૌન શોષણના આરોપો બાદ સિંટાની એક્ઝીક્યુટીવ કમિટીએ આલોકનાથને બહાર નિકાળવાનો નિર્ણય લીધો છે.
એક મહિલા પ્રાેડéુ સરે આલોકનાથ પર યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ દ્વારા ચોકાવનારો ખુલાસો કર્યો હતો.
તેણે લખ્યું હતું કે, આલોકનાથે તેને જબરદસ્તી દારુ પીવડાવ્યો અને બળાત્કાર કરવાની સાથે-સાથે તેને મારી પણ હતી. મહિલા અનુસાર, તે એટલી ગભરાઈ ગઈ હતી કે, ત્યારબાદ પોતાનું ધ્યાન પણ રાખી ન શકી અને નશાની દુનિયામાં ડુબી ગઈ.
આ ખુલાસા બાદ, આલોકનાથ વિરુÙ ખુલાસાઆેની લાંબી લાઈન લાગી ગઈ. બોલિવુડ સાથે જોડાયેલી અને અન્ય હસ્તીઆેએ પણ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ આલોકનાથ મીડિયા સામે આવ્યા અને પોતાની વાત લોકો સમક્ષ રાખી.
આલોકનાથે આ મામલામાં પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, તે આ મામલાને વધારે હવા નથી આપવા માંગતા. આલોકનાથે કહ્યું હતું કે, આ સમય એવો છે કે, જે મહિલાઆે કહે તેને સાચુ માની લેવામાં આવશે. જેથી તે આ મામલાને વધારે ખેંચવા નથી માંગતા. આલોકનાથે વધુમાં એ કહ્યું કે, હું એ વાતની ના નથી પાડતો તેની સાથે આવું નહી થયું હોય, પરંતુ તે હું નથી. આલોકનાથે કહ્યું કે, એક સમયે તે મારી સારી મિત્ર હતી, પરંતુ જે રીતે તેણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ લખી, એવું લાગે છે કે, હું જ તેની તમામ સમસ્યાનું મૂળ કારણ છું.

Comments

comments