રંગીલા રાજકોટવાસીઓ કદી નહીં ભુલાય: જેસીપી સિધ્ધાર્થ ખત્રી

May 31, 2019 at 5:50 pm


શહેરમાં માથાના દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યાને ટુંકાગાળામાં હળવી કરનાર જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી આજે ફરજ નિવૃત્ત થશે. અગાઉ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતે ફરજ બજાવનાર ૧૯૯૧ની બેચના પોલીસ અધિકારી ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી સાથેની વાતચીતમાં જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ કહ્યું હતું કે, તેમને રંગીલા રાજકોટવાસીઓ કદી નહીં ભુલાય તેમ જણાવ્યું હતું. રાજકોટવાસીઓ પ્રેમાળ હોવાથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું સરળ બન્યું છે.

ટ્રાફિક ઉપરાંત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે તેમણે શાળા–કોલેજોમાં યુવતીઓને પરેશાન કરનાર રોમીયો સામે પણ મેગા ડ્રાઈવ કરી સારી લોકચાહના મેળવી છે. તે ઉપરાંત જંગલેશ્ર્વર વિસ્તારમાંથી ચરસ અને ગાંજાનો હજારો કિલો જથ્થો પકડવામાં સફળતા મેળવી છે. તેમજ સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ચરસ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ખેડાના આણંદમાંથી પણ ત્રણ હજાર કિલો ચરસ–ગાંજો પકડી તેનો પદાર્ફાશ કર્યેા હતો.

દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના હોય તેની સુચનાથી નિર્દેાષ લોકોને ત્રાસ આપનાર વ્યાજખોરો સામે જયુબેલી ખાતે આવેલ અરવિંદભાઈ મણીઆર હોલમાં લોક દરબાર યોજી વ્યાજખોરો સામે ૧૫ ગુના દાખલ કરી વધુ ગુના દાખલ કરવા તેમજ વ્યાજખોરીના દુષણને સંપુર્ણપણે ડામી દેવાની સરાહનીય કામગીરી કરી છે.

શહેરની માથાના દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તહેવારો દરમિયાન લોકોની જાગૃતતા કેળવવા અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા. જેમાં રક્ષાબંધન દરમ્યાન ટ્રાફિકનો નિયમ તોડનાર ચાલકોને રાખડી તેમજ ગણપતિ ઉત્સવ દરમિયાન મોદકની પ્રસાદી આપી ટ્રાફિક નિયમનની જાગૃતતા કેળવવામાં આવી હતી. તેમજ આઈ–વે પ્રોજેકટના આધારે ઈ–મેમો આપવાથી વાહન ચાલકોમાં જાગૃતતા વધી ગઈ છે.

તેમજ ટ્રાફિક શાખામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ભ્રષ્ટ્રાચારને બધં કરાવવામાં જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીનો સિંહફાળો રહ્યો છે. તેમજ ભ્રષ્ટ્રાચાર આચરનાર ટ્રાફિક પોલીસ અને વોર્ડન સામે કડક કાર્યવાહી કરી અનેકને આકરા પાઠ ભણાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
‘આજકાલ’ કાર્યાલયની મુલાકાતે આવેલા જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ ઝવેરચદં મેઘાણીની એક પંકિતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની હદમાંથી પસાર થાય ત્યારે પણ રંગીલા રાજકોટવાસીઓનો વધુ પ્રેમ મળે તેમ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL