રણજી ટ્રાેફીઃ વિદર્ભ સામે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો 78 રને ઘોર પરાજય

February 7, 2019 at 6:25 pm


નાગપુરમાં રમાઈ રહેલી રણજી ટ્રાેફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રનો વિદર્ભ સામે 78 રને પરાજય થયો હતો. વિદર્ભે રણજી ટ્રાેફી જીતીને વિજેતાનું પદ જાળવી રાખ્યું હતું જ્યારે નબળી બેટિંગના કારણે સૌરાષ્ટ્ર 127 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું.
વિદર્ભે ચોથા દિવસે સૌરાષ્ટ્રને અંતિમ ઇનિંગમાં 205 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. વિદર્ભના બોલર આદિત્ય સરવટેની ધારદાર બોલિંગના કારણે સૌરાષ્ટ્રની ઇનિંગ 127 રનમાં સંકેલાઈ ગઈ હતી. સરવટેએ બીજી ઇનિંગમાં 6 અને પ્રથમ ઇનિંગમાં 5 મળી સમગ્ર મેચમાં 11 વિકેટો જડપી હતી. વિદર્ભે પ્રથમ બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 312 રન નાેંધાવ્યા હતા, જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઇનિંગમાં 307 રન નાેંધાવ્યા હતા.
સૌરાષ્ટ્ર વતી બીજી ઇનિંગમાં ધર્મેન્દ્ર જાડેજાએ 6 વિકેટ મેળતા વિદર્ભની ઇનિંગ 200 રનમા સંકેલાઈ ગઈ હતી. વિદર્ભ તરફથી મળેલા 207 રનના પડકારને પહાેંચી ન વળતા સૌરાષ્ટ્ર અંતિમ દિવસે લંચ પહેલા જ આેલ આઉટ થઈ ગયું હતું. આ મેચમાં 11 વિકેટ જડપનાર વિદર્ભના બોલર આદિત્ય સરવટેને મેન આૅફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL