રણબીર કપૂર સાથેના રિલેશન વિશે આલિયા ભટ્ટે કહ્યું, “આ રીલેશનશીપ નથી પરંતુ ફ્રેંડશિપ છે.”

June 24, 2019 at 10:00 am


Spread the love

બોલીવુડના હાલના ફેમસ કપલ એટલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર.. આલિયા અને રણબીરના રીલેશનશીપ ની વાતો ઘણાં સમયથી ચર્ચામાં છે. એવોર્ડ શો હોય કે પછી પાર્ટી આ પ્રેમીપંખીડા બધે સાથે જ જોવા મળતાં હોય છે. એવોર્ડ ફંકશન હોય કે પછી વેકેશનની રજાઓ રણબીર અને આલિયા સાથે જ રહે છે. થોડાં સમય પહેલાં જ રણબીર-આલિયાએ પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ વારાણસીમાં કર્યું હતું.

એ દરમિયાન એક ઇન્ટવ્યૂમાં આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથેના સંબંધો પર વાત કરતા જણાવ્યું હતું કે, ‘આ રિલેશનશીપ નથી પરંતુ ફ્રેંડશિપ છે. અને વાત હું એકદમ ઈમાનદારીથી કહી રહી છું. અમારો આ સંબંધ ખૂબ જ સુંદર છે. રણબીર સાથેના આ સબંધમાં હું જાણે સાતમા આસમાને વિહરી ગઈ હોય એવો અનુભવ થાય છે. વધુમાં આલિયાએ હસતાં-હસતાં જણાવ્યું કે, સૌથી સારી વાત તો એ છે કે અમે બંને પ્રોફેશનલ લાઈફ આરામથી જીવી રહ્યાં છીએ. તે સતત શૂટિંગ કરી રહ્યો છે અને હું પણ શૂટિંગમાં વ્યસ્ત છું. આ એક એવી પરિસ્થિતિ છે, જેમાં તમે સતત અમને સાથે જોઈ રહ્યાં છો. આ જ એક સહજ સંબંધોની નિશાની છે. નજર ના લાગે કોઈની.’

ત્યારે આલિયાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, હું કામની કોઈ પણ બાબતને લઈને ખૂબ જ સ્ટ્રેસ લઉં ત્યારે રણબીર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને સ્ટ્રેસ લેવાની ના પાડે છે પણ આ વાત પર મારું કોઈ નિયંત્રણ નથી. મને કામનું સ્ટ્રેસ સતત રહ્યા જ કરે છે. રણબીર તો ઘણી વાત મને એવી સલાહ પણ આપે છે કે, ‘જો તુ મહેનતથી કામ કરે છે તો તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પોતાનું બેસ્ટ આપો અને બાકી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી.’

અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જીની ‘બહ્માસ્ત્ર’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મૌની રોય પણ છે. આ ફિલ્મ ૨૦૨૦ માં રિલીઝ થવાની છે. જોકે હજી સુધી કોઈ ચોક્કસ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.