રણબીર બાયોપિક માટે હોટ ફેવરિટ

August 4, 2018 at 7:57 pm


સંજુ ફિલ્મની સફળતા પછી રણબીર કપૂર સાતમા આસમાનમાં વિહરી રહ્યાે છે. તેના અભિનયના ખૂબ જ વખાણ થયા છે. હવે તેને ફરી સારી સારી ફિલ્મો મળવાલાગી છે. અત્યારે તે આલિયા ભટ્ટ સાથે બ્રûાસ્ત્ર ફિલ્મ કરી રહ્યાે છે. હજુ ફિલ્મ ચાલુ છે અને તેને બીજી એક બાયોપિક ફિલ્મ મળે તેવી શક્યતા છે. સંગીતના બાદશાહ ગુલશન કુમારની બાયોપિક મોગલ ફિલ્મ બની રહી છે. તેમાં પહેલા અક્ષય કુમારને કાસ્ટ કરાયો હતો, પણ તેમાંથી તેણે એક્ઝિટ કરી લીધી છે આથી હવે નવા હીરોની શોધ ચાલે છે, જે ગુલશન કુમારના પાત્રને બરાબર ન્યાય આપી શકે. આમિર ખાન આ ફિલ્મ સાથે હવે કો-પ્રાેડéુસર તરીકે જોડાયો છે. ફિલ્મ 2019માં qક્રસમસમાં રિલીઝ કરવાની યોજના છે. તેના લેખક-ડિરેક્ટર સુભાષ કપૂર છે. જોકે, ભૂષણ કુમાર અને આમિર ખાન બંનેની આ રોલ માટે પ્રથમ પસંદગી તો રણબીર કપૂર જ હતો. તેમનેબંનેને ગુલશકુમારની ભૂમિકા માટે રણબીર બેસ્ટ લાગે છે. જોકે, રણબીરને હજુ સાઇન નથી કરાયો. તેની સાથે બંને નિમાર્તાએ ચર્ચા કરી છે, પણ હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો. જોકે, આમિરનેતો રણબીરકપૂરને જ લેવો છે. આથી તેણે તેને ફિલ્મ કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવેરણબીર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. અગાઉ સંજુના પ્રમોશનમાં તો તેણે કહ્યું હતું કે મને પડકારો ઝીલવા ગમે છે. મને એ વાતની ખબર છે કે કલાકારોનું કામ કંઇ નોકરીની જેમ નવથી પાંચનું નથી હોતું. આથી હું એવું કામ કરવા માગું છું કે જે સામાન્ય ન હોય, પણ તે મારા કામને સંબંધિત હોય. બાયોપિક કરવી એ પડકારરુપ કામ જ છે. આથી તે કરવી મને ગમે જ. અત્યારે રણબીર અયાન મુખરજીની ફિલ્મ બ્રûાસ્ત્રનું શૂટિંગ અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ સાથે કરી રહ્યાે છે. આ ઉપરાંત તેના હાથમાં સંજય દત્ત સ્ટારર ફિલ્મ શમશેરા અને લવ રંજનની અજય દેવગણ સાથેની એક ફિલ્મ પણ છે. હવે મુગલ માટે તે શું વિચારે છે તે જોવું રહ્યું. ગુલશનકુમારની સ્ટોરી બહ રસપ્રદ, સનસનાટીભરી, ધમાકેદાર અને મસાલેદાર છે. આથી ફિલ્મ બહુ સારી જ બની શકે છે. રણબીર જો તે ફિલ્મ કરે તો તેની કારકિદ}માં એક વધુ બ્લોકબસ્ટરનો ઉમેરો થઇ શકે છે. આવેલી તક તેણે ગુમાવવી જોઇએ નહી.

Comments

comments

VOTING POLL