રપ લાખ કરતા વધુ રકમના પોરબંદર નગર પાલિકા સામે થયેલા તમામ કેસો રદ

September 7, 2018 at 3:34 pm


પોરબંદર નગરપાલીકાના કર્મચારીના વારસદારો દ્વારા પાલિકા સામે વળતર માટેના કેસો કર્યા હતા. કુલ 16 કેસ થયા હતા જેમાંથી 13 કેસને લેબર કોર્ટે કાઢી નાખ્યા છે.

પોરબંદર નગરપાલીકા સામે તેના જુદા-જુદા કર્મચારી મારફતે અલગ-અલગ પ્રકારના કુલ 16 જેટલા કેસો કરેલ હતા જેમાં 13 કેસ પગાર તફાવતના એટલે કે, નગરપાલીકા દ્વારા તેને પગાર પંચ તફાવતના લાભની રકમ ચુકવાયેલ નથી તેમજ હકક રજાના વિગેરે બાબત અન્વયે લેણી નિકળતી રકમ વસુલ મેળવવા માટે અરજીઆે કરેલી હતી. અને તમામમાં જે નગરપાલીકાના લાભમાં ચુકાદો આપી તમામ અરજીઆે રદ કરેલી છે અને એડવોકેટ દીપકભાઇ લાખાણીની દલીલ મુજબ આઇડીએકટની જોગવાઇ મુજબની માંગણી કરેલ ન હોય એવી દલીલ કરતા અને તે સબંધે ગુજરાત હાઇકોર્ટની આેથાેરીટી રજુ કરતા અને તેના આધારે આવા તેર કેશો લેબર કોર્ટ દ્વારા પોરબંદર લેબર કોર્ટ દ્વારા કાઢી નાખેલ છે.

પોરબંદર નગરપાલીકાના સેનીટેશન વિભાગમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા વેલજીભાઇ ડાયાભાઇ પાટણેશાના વારસો દ્વારા લેબર કોર્ટમાં ઇન્ડસ્ટ્રીયલ એકટની કલમ 33 અન્વયે રૂપીયા પાંચ લાખ મળવા અન્વયે માંગણી કરતી અરજી કરેલ હતી તેમજ કર્મચારી મગનભાઇ મુરૂભાઇ ઢાંકેચા ના વારસો દ્વારા પણ તે જ રીતે રૂપીયા પાંચ લાખ મળવા માંગણી કરેલ હતી, જશુબેન માવાભાઇ ના વારસો દ્વારા પણ રૂપીયા પાંચ લાખ વળતર મળવા માંગણી કરેલ હતી. આ ત્રણેય કેશોમાં નગરપાલીકા વતી એડવોકેટ દીપકભાઇ લાખાણી દ્વારા વિગતવાર દલીલો કરી તેમજ તે સંબંધે ગુજરાત હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઆે રજુ કરેલ હતા. અને સરકાર દ્વારા લાગુ પડેલ પરીપત્ર નગરપાલીકાને ડાયરેકટ લાગુ પડતો ન હોય અને તેરીતે કાયદાકીય જોગવાઇ મુજબ જ અરજદારો વળતર મેળવવા હકકદાર થતા ન હવાનું વિગતવાર દલીલ કરતા અને તે રીતે મજુર દાલતના પ્રમુખ અધિકારી એમ.એમ. બુધ્ધભટી દ્વારા નગરપાલીકાના સામેના તમામ કેસોમાં રેકર્ડ ઉપરની હકીકતો તથા કાયદાકીય જોગવાઇઆે તથા એડવોકેટ દીપકભાઇ લાખાણીની વિગવાર દલીલો ધ્યાને રાખી નગરપાલીકાના અલગછ-અલગ તમામ મકેસોમાં કે જેમાં રૂપીયા રપ લાખ જેવી રકમ વસુલ મેળવવા માટેના કેસો થયેલા હતા તે તમામ કેસો રદ કરવામાં આવેલ છે. આ કામમાં નગરપાલીકાના એડવકોેટ વતી દીપકભાઇ લાખાણી, ભરતભાઇ લાખાણી તથા હેમાંગ બી. લાખાણી રોકાયેલા હતા.

Comments

comments

VOTING POLL