રવાપરમાં બે સ્થળોએ 1.પ7 લાખની ચોરી

September 9, 2018 at 9:28 pm


જાણભેદુ તત્વોનાે હાથ હોવાની શંકાના આધારે તપાસ

નખત્રાણા તાલુકાના રવાપર ગામે બે સ્થળોએ મધ્યરાત્રી દરમિયાન બનાવને અંજામ અપાયો હતાે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ ગત તા. 8/9ના રાત્રિ દરમિયાન કોઈ ચોર બસ સ્ટેશન પાસે આવેલ હરીલાલ કાનજીભાઈ નાકરાણીની દુકાનની પાછળની બારીની ગ્રીલ તાેડી ડબ્બામાં રાખેલ રોકડ 6પ હજાર, એક મોબાઈલની ચોરી કરવામં આવી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલ ભારત આેટો નામની ગેરેજના તાળાતાેડી તસ્કરો રોકડ 90 હજાર સહિત 1પ7પ00ની ચોરી કરી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં નખત્રાણા પાેલીસ મથકે આજે રવિવારે ફરિયાદ નાેંધાવાઈ છે.

બનાવના પગલે પાેલીસ તેમજ ફીંગર પ્રિન્ટ નિષણાતની ટીમ સ્થળ પર પહાેંચી ગઈ હતી. આ બનાવમાં જાણભેદુ તત્વોનાે હાથ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છેઆજે પાેલીસ દ્વારા શકદારોની પુછપરછ શરૂ કરાઈ છે. રવાપર ગામમાં બનેલી ચોરીની ઘટનાના પગલે રહેવાસીઆેની ઉંઘ હરામ થઈ જવા પામી છે પેટ્રાેલીંગ ગાેઠવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL