રવિરાજસિંહની ઘરે જવાની જીદ તેના મોતનું નિમિત્ત બની

July 16, 2019 at 10:46 am


રાજકોટના કાલાવડ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર નં.ઈ-402માં ગત તા.11-7ના રોજ મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના મોત અંગેનું રહસ્ય અંતે ઉકેલાઈ ગયું છે. કોણે પ્રથમ ફાયરિ»ગ કર્યું અને આપઘાત કર્યો તે મુદ્દે ચાલતી ચર્ચા ઉપર અંતે અંત આવ્યો છે. એફએસએલ ગાંધીનગરથી આવેલા રિપોર્ટના આધારે સ્થાનિક પોલીસે આ ઘટનામાં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબારે પ્રેમી રવિરાજસિંહની ગોળી ધરબી હત્યા કરી પોતે આપઘાત કરી લીધાનું સમર્થન આપ્યું છે. ઘટના પાછળનું કારણ રવિરાજસિંહ મોડીરાત્રે ખુશ્બુના ઘરેથી પોતાના ઘરે જવાની જીદ તેના મોતનું નિમિત્ત બની ગઈ હતી.

મુળ જામજોધપુરની ખુશ્બુ કાનાબાર અને રાજકોટના કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચે છેલ્લા 9 મહિનાથી પ્રેમસંબંધ હતો. રવિરાજસિંહ એએસઆઈ ખુશ્બુ કાનાબારના ફલેટે જતા હતા અને બન્ને એકબીજાને પતિ-પત્ની તરીકે સંબોધતા હતા અને પતિ-પત્ની તરીકે જ રહેતા હતા. દરરોજ રાત્રે 2-30થી 3 વાગ્યે ખુશ્બુના ઘરેથી રવિરાજ તેના ઘરે જવું અને ઘરે જઈને ખુશ્બુ સાથે ચેટિંગ કરવું તે તેનો નિત્યક્રમ જેવું બની ગયું હતું અને ઘરે જવાના સમયે રવિરાજને ખુશ્બુ રોકાઈ જવા માટે કહેતી હતી અને તે જ બાબતે બન્ને વચ્ચે તકરાર થતી હોવાનું પોલીસ જણાવી રહી છે. બનાવની રાત્રે જ્યારે રવિરાજસિંહ ખુશ્બુના ઘરે હતા ત્યારે રાત્રે 11 વાગ્યે રવિરાજસિંહના પત્નીનો ફોન આવ્યો હતો પરંતુ તે ફોન રવિરાજસિંહે કટ કરી દીધો હતો અને બાદમાં રાતના 2-30થી 3 વાગ્યાના સુમારે રવિરાજસિંહ જ્યારે પોતાના ઘરે જવા માટે નિત્યક્રમ મુજબ પોતાનો નાઈટ ડ્રેસ પહેરીને જવા નીકળ્યા ત્યારે જ ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે તકરાર થઈ અને આ તકરારનો અંજામ લોહિયાળ બન્યાે.

ફલેટના ગેલેરી તરફ મોઢુ રાખીને ઉભેલા રવિરાજસિંહને કોઈપણ કાળે પોતાનાથી અલગ નહી થવા દેવાની જીદમાં ખુશ્બુ કાનાબારે પોતાની સવિર્સ પિસ્તોલમાંથી આશરે દોઢ ફૂટના અંતરેથી રવિરાજસિંહ ઉપર ફાયરિ»ગ કર્યું અને આ ગોળી રવિરાજસિંહના જમણા કાન તરફથી ઘૂસી ડાબા કાન તરફ નીકળી ગઈ. લોહી નીગળતી હાલતમાં રવિરાજસિંહ ત્યાં જ બેડ પાસે ઢળી પડયો ત્યારે વધારે પડતું લોહી જોઈ ખુશ્બુ કાનાબારે આેશીકા વડે આ લોહી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધી ખેલ ખતમ થઈ ગયો હતો.

પોતાના જ પ્રેમીની હત્યા કર્યા બાદ ખુશ્બુએ પોતાની સવિર્સ પિસ્તોલમાંથી બે વખત ફાયર કર્યા પરંતુ તે મિસ ફાયર થયા હતા અને ત્રીજી વખત પોતાના લમણે સવિર્સ પિસ્તોલ રાખી ભડાકો કરી દઈ ખુશ્બુએ પોતાનો જીવ દઈ દીધો હતો અને તે રવિરાજસિંહના ખોળામાં માથું રાખી ઢળી પડી હતી. આ ઘટના બાદ રાત્રીના 3-15 વાગ્યાના સુમારે જ્યારે રવિરાજસિંહના પત્નીનો ફોન આવ્યો ત્યારે પતિનો ફોન નો-રિપ્લાય થયો હતો. સવાર સુધી પતિ ઘરે નહી આવતાં સસરા અશોકસિંહના જાણ કરી હતી અને અશોકસિંહે આ અંગે પોતાના વેવાઈ ટીનુભાને જાણ કરતાં ટીનુભાએ પોતાના પુત્ર અજયરાજસિંહને તપાસ માટે મોકલ્યા હતા અને તપાસના અંતે ખુશ્બુના ઘરેથી બન્નેની લાશ મળી હતી અને આ ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસે આ ઘટનામાં સાયન્ટિફિક રીતે તપાસ કરી હતી અને પ્રથમ ફાયરિ»ગ કોણે કર્યું ં તે મુદ્દે ઘટનાના પાંચ દિવસ સુધી તપાસ કર્યા બાદ અંતે એફએસએલ રિપોર્ટની મદદથી સત્ય મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ફાયરિ»ગ ખુશ્બુ કાનાબારે જ કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સહિત કોલ ડિટેઈલ પણ ચકાસ્યા હતા.

ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે પતિ-પત્ની જેવા વ્યવહારો હોય પરંતુ ખુશ્બુને રવિરાજસિંહ પોતાને છોડી તેના પત્ની સાથે ઘરે જાય તે ગમતું ન હોય અને તેના કારણે જ આ ખૂની ખેલ ખેલાયો હોય અને રવિરાજસિંહની ઘરે જવાની જીદ તેના મોતનું નિમિત્ત બન્યાનું પોલીસ માની રહી છે.

રાજકોટ એફએસએલ અને જાંબાઝ પોલીસ અધિકારીઆે સત્ય જાણવા ટૂંકા પડયા
રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનામાં રાજકોટના સ્થાનિક એફએસએલના અધિકારીઆે અને જાંબાઝ ગણાતા રાજકોટના પોલીસ અધિકારીઆે સત્ય જાણવા માટે ટૂંકા પડયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોઈપણ ઘટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી, ફોટો સેશન કરી મીડિયામાં હાઈલાઈટ થતાં પોલીસ અધિકારીઆેને ઘટનાસ્થળની મુલાકાત અને ઘટના વખતે બન્ને મૃતદેહનું પ્રાથમિક તપાસ કર્યા છતાં ફાયરિ»ગ કોણે કર્યું તે મુદ્દે પાંચ દિવસ સુધી કોઈ નિર્ણય પર આવી ન હતી કે પછી આવવા માગતી ન હતી. સ્થાનિક એફએસએલ કે જેનું કામ ખુબ જ મહત્વનું હોય છે, સરકાર પાસેથી તગડાં પગાર લેતા આવા એફએસએલ અધિકારીએ પણ ઘટના બાદ રવિરાજસિંહ પાસે પિસ્તોલ હોય તેણે ફાયરિ»ગ કર્યાનું તારણ આપ્યું હતું તેમજ રાજકોટના જેસીપી સહિતના પોલીસ અધિકારીઆે કે જેમણે ઘટનાસ્થળની વિઝિટ કરી તેમણે પણ ઘટનાના દિવસે મીડિયા સમક્ષ પિસ્તોલ રવિરાજસિંહ પાસે પડી હોય તેમ જણાવી રવિરાજસિંહે પ્રથમ ફાયરિ»ગ કર્યાનું નિવેદન આપ્યું હતું પરંતુ ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં સ્થાનિક એફએસએલ અને પોલીસ અધિકારીઆે ખોટા પડયા હતા અને ફાયરિ»ગ ખુશ્બુએ કર્યાનું બહાર આવતાં ઘટના વખતે ખોટા નિવેદન આપનાર એફએસએલ અને પોલીસ અધિકારીઆેને પોતાના નિવેદન ઉપર નીચા જોવા જેવું થયું હતું.
કોઈપણ ગંભીર બનાવમાં એફએસએલ અને પોલીસ અધિકારીઆેની ઘટનાસ્થળની વિઝિટ ખુબ જ મહત્વની હોય છે અને તેની નાેંધ આ કેસના ચૂકાદામાં પણ લેવાતી હોય છે ત્યારે સત્ય છૂપાવવા પાછળનું કારણ કે ગંભીર બેદરકારી દાખવનાર આવા અધિકારીઆે સામે પગલાં લેવાય શકે છે.

ખુશ્બુ પ્રેમી રવિરાજસિંહને લગ્ન માટે દબાણ કરતી હોવાની શકયતા
પોલીસે આ ઘટનાનું કારણ જાણવા માટે અલગ-અલગ તારણો મેળવ્યા છે ત્યારે પોલીસે કરેલા તારણમાં એક મુદ્દાે લગ્નનું દબાણ પણ હોય શકે તેમ પણ પોલીસ માની રહી છે. ઘટનાના 15 દિવસ પૂર્વે રવિરાજસિંહ અને ખુશ્બુ તથા વિવેક તેમજ તેની પત્ની બધા સાથે માથેરાન અને મુંબઈ ફરવા ગયા હતા તે વખતે રાત્રે જ્યારે રવિરાજસિંહની પત્નીનો ફોન આવ્યો ત્યારે ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે તે બાબતે તકરાર થઈ હતી અને ઝઘડો થયો હતો. આ પ્રકરણ પરથી પોલીસનું તારણ એવું છે કે, ખુશ્બુ કદાચ રવિરાસિંહને પોતાનો બનાવવા માટે અને લગ્ન કરી લેવા માટે દબાણ કરતી હોય જેથી બન્ને વચ્ચે થતાં ઝઘડાના અંતે આ લોહિયાળ ખેલ ખેલાયો હશે.

ફલેટ નં.ઈ-401ના મજૂરોને પોલીસ પ્રથમ પ્રવેશના સાક્ષી બનાવશે
ઘટના અંગે કોઈ નજરે જોનાર સાહેદ કે સાક્ષી પોલીસ પાસે નથી ત્યારે આ ઘટના બની ત્યારે પ્રથમ વખત ફલેટમાં પ્રવેશ રવિરાજસિંહના સાળા અજયરાજસિંહે અને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ તથા ટીઆરબી જવાન આ ઘટના બની તે ફલેટે આવ્યા હતા અને ફલેટ નં.ઈ-401માંથી ખુશ્બુના ફલેટ નં.ઈ-402માં પ્રવેશ કર્યો હતો ત્યારે ઈ-401માં ફનિર્ચરનું કામ ચાલુ હોય તે ફનિર્ચરનું કામ કરતાં મજૂરોને પોલીસ પ્રથમ પ્રવેશના સાહેદ અને સાક્ષી તરીકે આ કેસમાં જોડશે અને આગળની કાર્યવાહી કરશે.

Comments

comments

VOTING POLL