રવિવારે બિલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગરનાળાના કામ માટે 4 કલાક ટ્રેનો બંધ

January 11, 2019 at 3:36 pm


રેલવેના રાજકોટ વાંકાનેર સેકશનમાં બિલેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલવેના ફાટકનું (લીમીટેડ હાઇટ સબ-વે) ગરનાળામાં રૂપાંતર કરવાની કામગીરીને કારણે રવિવાર તા.13મી જાન્યુઆરીએ વહેલી સવારે 2-20 કલાકેથી 6-20 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સુધી એન્જિનિયરિ»ગ બ્લોકને કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેનાર છે. જેના કારણે ભાવનગર-આેખા-ભાવનગર પેસેન્જર ટ્રેનો રવિવારે આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇમ્બતુર ઇન્ટરસીટી સહિતની ટ્રેનો 20થી 90 મિનિટ સુધી મોડી કરવામાં આવી છે.
રાજકોટ ડીઆરએમ પી.બી.નિનાવેની યાદી મુજબ 4 કલાકના એન્જિનિયરિ»ગ બ્લોકના કારણે વહેલી સવારની ભાવનગર-આેખા લોકલ ટ્રેન વાંકાનેર સુધીજ જશે. વાંકાનેરથી આેખા સુધી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આેખા-ભાવનગર લોકલ, આેખાથી રાજકોટ સુધી બંધ કરવામાં આવી છે પરંતુ રાજકોટથી ભાવનગર તરફ જશે.
જયારે સમયમાં ફેરફાર થનાર છે તેવી ટ્રેનોમાં વહેલી સવારની રાજકોટ કોયમ્બતુર એકસપ્રેસ એક કલાક મોડી ઉપડશે, રાજકોટ અમદાવાદ પેસેન્જર રાજકોટથી દોઢ કલાક મોડી ઉપડશે, રાજકોટ-મોરબી-ડેમુ સવારે 20 મિનિટ મોડી, બાંદ્રા જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ વિરમગામ અને વાંકાનેરની વચ્ચે 35 મિનિટ સુધી મોડી થશે. જામનગર સુરત ઇન્ટરસીટી જામનગર અને રાજકોટ વચ્ચે 25 મિનિટ મોડી થશે ત્યારબાદ રેગ્યુલર થઇ જશે.

Comments

comments

VOTING POLL