રવિવારે સિંઘી સમાજનો ૩૨મો સમુહલગ્ન યજ્ઞોપવિત સમારોહ

April 20, 2019 at 2:20 pm


સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત સિંઘી સમાજનો ૩૨મો સમુહ લોત્સવ તેમજ સમુહ યજ્ઞોપવિતનું કાર્ય તા.૨૧મીને રવિવારે આયોજિત કરેલ છે. છેલ્લા ૩૨ વર્ષથી આ સમુહ લોત્સવ યોજાય છે. આ વર્ષે આયોજિત સમુહલમાં ૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડી પોતાના લજીવનની શરૂઆત કરશે. સાથે સાથે આ વર્ષે ૩૦ બટુકોના યજ્ઞોપવિત પણ કરવામા આવશે.
શહેરનાં સિંઘુનગર ખાતે આવેલ નવજવાન સિંઘી સેવા મંડળ હોલમાં તા.૨૧મીના રોજ સવારે ૮.૩૦ કલાકે ગણેશ પુજન ત્યારબાદ ઉદ્દઘાટન સવારે ૯ કલાક બાદ યજ્ઞોપવિત વિધિ, સવારે ૧૦.૩૦ કલાકે ડિખ (સહેરાબંધી) બપોરે ૧૨ કલાકે વરઘોડો (પૂજય દેવુમા મંદિરેથી નીકળીને લસ્થળે, પ્રસ્થાન કરશે) રસોઇ બપોરે ૧ કલાકે, હસ્તમેળાપ બપોરે ૨.૩૦ કલાકે તેમજ સમાપન સમારોહ સહ આર્શીવચન સાંજે ૪.૩૦ કલાકે આયોજિત કરાયેલ છે. કાર્યક્રમના સમાપન સમારોહમાં પૂ.દુ:ખભંજની દેવુમા સહિત સંતો મહંતો, ગુરૂજનો, સમાજના આગેવાનો, ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમુહલ કમિટીના સભ્યો, સમાજના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે

Comments

comments