રશિયા સાથે ભારતે કરેલો મોટો રક્ષા સોદો: અમેરિકાના પેટમાં તેલ રેડાયું

June 15, 2019 at 10:40 am


Spread the love

ટ્રમ્પ મેનેજમેન્ટ ફરી એકવખત ભારતને રૂસની સાથે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સોદો કરતાં રોકવાની કોશિષ કરી રહ્યાં છે. અમેરિકાનું કહેવું છે કે લોન્ગ ટર્મમાં આ નિર્ણય ભારતના હિતમાં હશે નહીં. તેનાથી ભારતની સાથો સાથ તેની સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ પર અસર પડશે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની ભારત મુલાકાત પહેલાં ઓસાકામાં જી-20 સંમેલન દરમ્યાન પીએમ મોદી અને ટ્રમ્પ્ની મુલાકાત થઇ શકે છે.

અમેરિકાના સહયોગી વિદેશ મંત્રી અલાઇસ વેલ્સે કહ્યું કે દક્ષિણ એશિયાના દેશોએ જાતે જ પસંદ કરવું પડશે કે કયાંથી હથિયાર ખરીદશે. તેમણે કહ્યું કે કરાર પ્રમાણે અમેરિકા પાસેથી વધુ હથિયારોની ખરીદી કરવી જોઇએ પરંતુ ભારત રૂસથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે આ સરકારનો ઉદ્દેશ્ય ભારતના રક્ષા સોદામાં મદદ કરવાનું છે અને રક્ષા સોદાના મામલામાં અમેરિકા ભારતનો સૌથી મોટો સહયોગી છે. તેમણે કહ્યું કે રૂસની સાથેનો સોદો અમારા સહયોગ પર અસર પાડશે. આપ્ને જણાવી દઇએ કે અમેરિકાએ ભારતને એસ-400ની જગ્યા પેટ્રિયોટ-3 મિસાઇલ ખરીદવાની પણ ઓફર કરી. ટ્રમ્પ પ્રશાસને સંકેત આપ્યા છે કે તેઓ દિલ્હીને ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ અને પેટ્રિયોટ-3 વેચવા માંગે છે.

આપ્ને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીની વચ્ચે વ્યાપક ચચર્િ બાદ 5 અબજ ડોલરનો કરાર કર્યો છે જેમાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી સામેલ છે. એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું પરિણામ અમેરિકન પ્રતિબંધોના રૂપમાં પણ સામે આવી શકે છે જેમ કે પ્રશાસને સહયોગ ઘટાડવાના સંકેત પણ આપ્યા છે. રૂસ લાંબા સમયથી ભારતનું સહયોગી રહ્યું છે એવામાં આ ડીલ કેન્સલ કરીને સંબંધોમાં ખટાશ લાવવાનું કામ કરી શકાય નહીં.