રસોઈ કરતી વખતે દાઝી ગયા છો ? અપનાવો આ ઉપાય, ફટાફટ મળશે રાહત….

November 8, 2019 at 10:32 am


લોકો ઘણી વખત રસોઈ કરતા કરતા દાઝી જતા હોય છે. તો ઘણી વખત ઈસ્ત્રી કરતા કરતા પણ દાઝી જતા હોય છે. રસોઈ કરતી વખતે તો ક્યારેક ઇસ્ત્રી કરતી વખતે કે પછી ગરમ વસ્તુ શરીર પર પડવાથી અસહનીય પીડા અને બળતરાનો અનુભવ થાય છે. ત્યારે કેટલાક ઉપાયો છે જેને લઈને આ બળતરામાંથી રાહત મેળવી શકાય છે. દાઝી ગયેલી જગ્યા પર ઠંડુ પાણી લગાવવાથી બળતરામાંથી રાહત મળે છે. તેમજ બ્લેક ટી પણ દાઝ્યા પર લગાવવાથી રાહત મળી રહે છે. કાળી ચામાં ટેનિક એસિડ હોય છે, જે દાઝેલી ત્વચાની હીટને ઘટાડવાનું કામ કરે છે. તો સાથે દાઝી ગયેલી જગ્યા પર એલોવેરા લગાવવાથી પણ ઘણા અંશે રાહત મળી રહે છે. તે ઉપરાંત મધ પણ દાઝી ગયેલી જગ્યા પર લગાવી શકાય છે. મધ એ સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે સાથે બળતરાને પણ ઘટાડે છે.

Comments

comments