રાંઘણગેસના બાટલામાં લાગેલી આગથી દાઝી ગયેલ મહિલાનું મોત

April 19, 2019 at 2:54 pm


શહેરના ડોન ચોક વિસ્તારમાં રાંઘણગેસના બાટલાની મરામત દરમ્યાન ભભૂકેલી આગથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાનું મોત નિપયુ હતુ.
શહેરના ડોન ચોક વિસ્તારમાં સાંઇબાબાના મંદિર નજીક રહેતા અનિષભાઇ શાંતભાઇ અંધારીયાના મકાનમાં ગઇ તા.૧૫મીના રોજ રાંઘણગેસના બાટલામાં સર્જાયેલ ક્ષતિ અંગે મરામતની કામગીરી દરમ્યાન બાટલામાં આગ ભભૂકી ઉઠતા નીલાબેન અનિષભાઇ અંધારિયા (ઉં.વ.૫૭) અને ગેસ મરામત કરી રહેલ હત્પસૈનઅલી મુસ્તાકઅલી ગંભીર રીતે દાઝી જતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.દરમ્યાનમાં નીલાબેનનું ચાલુ સારવાર દરમ્યાન મોડીસાંજે મોત નિપયુ હોવાનું હોસ્પિટલ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ

Comments

comments