રાંધણગેસ-વીજજોડાણ ધરાવનારાને કેરોસીન નહી મળેં

July 2, 2019 at 10:58 am


રાંધણગેસ અને વીજળીનું જોડાણ ધરાવતાં રેશનકાર્ડધારકોને કેરોસીનની સપ્લાય બંધ કરવાની દરખાસ્તનો રાજ્યસભામાં વિરોધ થયો હતો. આ પગલાંથી માછીમારોને ગંભીર અસર થશે કારણ કે તેઆે તેમની બોટમાં અિગ્ન પેટાવવા બળતણનો ઉપયોગ કરે છે. રાજ્યસભામાં આ દરખાસ્તનો કેરળ કાેંગ્રેસના (એમ) જોસ મણીએ વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ફક્ત કેરળમાં જ 85 લાખ માછીમારોને અસર થશે. રાજ્યમાં 85 લાખથી વધુ રેશનકાર્ડધારકો વીજજોડાણ ધરાવે છે. ફક્ત 60128 પરિવાર જ રાંધણગેસ અથવા વીજજોડાણ ધરાવતા નથી.
ઉપરોક્ત દરખાસ્ત પેટ્રાેલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તૈયાર કરી છે. જેમાં માછીમારોની બાજુને ધ્યાનમાં લેવાઇ નથી. તેથી આ દરખાસ્ત પાછી ખેંચી લેવા માગણી કરી છે.

ડીએમકેના સભ્ય ટી.શિવાએ તમિળનાડુમાં તેલ-ગેસ શોધખોળ માટે કૂવા શારકામનો પ્રñ ઉઠાવ્યો હતો. હાઇડ્રાેકાર્બન કૂવાના ડિ²લિંગ માટે નવી કોઇ મંજૂરી સરકારે આપવી જોઇએ નહી એવી માગણી તેમણે કરી હતી. ડીએમકે વિકાસનો વિરોધી નથી.

Comments

comments

VOTING POLL