રાંધણ ગેસના લાખો ગ્રાહકોની અદલાબદલી થશે

August 21, 2019 at 11:09 am


સરકારી કંપનીઆે આઈઆેસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ ટૂંક સમયમાં તેમની જુદી જુદી એજન્સી વચ્ચે રાંધણ ગેસના લાખો ગ્રાહકોની અદલાબદલી કરશે. પગલાનો હેતુ નવા નિમાયેલા વિતરકોના ગ્રાહકોમાં વધારો કરવાનો છે, જેતી તેમનો બિઝનેસ ટકી શકે.
ત્રણેય સરકારી આેઈલ માર્કેટિંગ કંપનીઆેએ તાજેતરમાં પરસ્પર ગ્રાહકોની ટ્રાન્સફર માટે સંમતિ દશાર્વી છે. જેથી વિવિધ ગેસ એજન્સીમાં ગ્રાહકોની યોગ્ય વહેંચણી કરી શકાય. સામાન્ય રીતે કંપની કોઈ વિસ્તારમાં નવા વિતરકની નિમણૂક કરે ત્યારે તેને એ વિસ્તારના કેટલાક ગ્રાહકો પણ આપે છે. આ એ ગ્રાહકો હોય છે જેને અગાઉ જૂના ડિસ્ટિ²બ્યુટર્સ સેવા આપતા હતા. જોકે, ગ્રાહકોની આ ટ્રાન્સફર કંપનીના પોતાના ડિસ્ટિ²બ્યુટર્સ કે વિતરક પુરતી જ મર્યાદિત હોય છે.

નવી વ્યવસ્થા હેઠળ ત્રણ આેઈલ માર્કેટિંગ કંપનીઆે હવે એકબીજાના ડિસ્ટિ²બ્યુટર્સ સાથે ગ્રાહકોની અદલાબદલી કરશે.
એક એક્ઝિકયુટીવે જણાવ્યું હતું કે, આ પગલાથી વિવિધ એજન્સીમાં ગ્રાહકોની પ્રમાણસરની વહેંચણી શકય બનશે. તેને લીધે નવા વિતરકોનો બિઝનેસ ટકી શકશે અને ક્ષમતા કરતાં ઘણું વધારે વેચાણ કરતી જૂની એજન્સીની આવકમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે, બજારમાં વૃધ્ધિ ધીમી પડી રહી હોવાથી નવા ડિસ્ટિ²બ્યુટર્સ માટે ગ્રાહકો ઉમેરવાનો અવકાશ મર્યાદિત બન્યાે છે. એટલે અત્યારના ગ્રાહકોની નવેસરથી વહેંચણી કરવી જરૂરી છે.છેલ્લાં કેટલાંક વર્ષમાં ગ્રાહકોના ઉમેરાની તુલનામાં નવા ડિસ્ટિ²બ્યુટર્સની નિમણૂકનું પ્રમાણ ઘણું ઉચું રહ્યું છે એનો અર્થ એ થયો કે, જૂના વિતરકોએ બજારના વિસ્તરણના પ્રયાસોની આગેવાની લેવી પડશે. હજુ નવા વિતરકોનો ઉમેરો થઈ રહ્યાે છે. એટલે વર્તમાન ગ્રાહકોની નવા ડિસ્ટિ²બ્યુટર્સને ફાળવણી જરૂરી બની છે. રાંઘણ ગેસના સ્થાનિક ગ્રાહકોની કુલ સંખ્યા 26.5 કરોડ છે, જે દેશના કુલ રહેઠાણના 95 ટકા છે. જ્યારે ડિસ્ટિ²બ્યુટર્સનો આંકડો 23,833 છે.

એક્ઝિકયુટીવે જણાવ્યું હતું કે, એચપીસીએલ, બીપીસીએલ અને આઈઆેસી વચ્ચે ગ્રાહકોની આપ-લેથી રાંધણ ગેસ બિઝનેસમાં ત્રણેય કંપનીના બજાર હિસ્સા પર અસર નહી પડે. રાંધણ ગેસ બિઝનેસમાં આઈઆેસી 50 ટકા હિસ્સો ધરાવે છે. બાકીના 50 ટકા એચપીસીએલ અને બીપીસીએલ વચ્ચે સમાન રીતે વહેંચાયેલો છે. ગ્રાહકોની રહેઠાણની નજીકની ગેસ એજન્સી ફાળવવામાં આવશે અને તેમણે કદાચ દસ્તાવેજ સુપરત કરવા નવી એજન્સીની મુલાકાત લેવાની રહેશે. ઉપરાંત અન્ય કંપનીની એજન્સી હેઠળ આવેલા ગ્રાહકોએ નવી કંપનીના સિલિન્ડર અને રેગ્યુલેટર બદલવાના રહેશે.

Comments

comments

VOTING POLL