રાંધણ ગેસ ગ્રાહકો આનંદોઃ હવે સસ્તા સિલિન્ડર મળશે

November 27, 2018 at 5:56 pm


રાંધણ ગેસની વધી રહેલી કિંમતોને કારણે અનેક ગ્રાહકોને એક સાથે રકમ ચૂકવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યાે છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારે ગેર સબસીડી સિલિન્ડરની કિંમત ચૂકવ્યા બાદ સબસીડીની રકમ ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ગ્રાહકોને સબસીડીની કિંમતમાં જ સિલીન્ડર મળશે અને સબસીડીની રકમનું ચૂકવણું સરકાર ગ્રાહકની જગ્યાએ સીધું પેટ્રાેલિયમ કંપનીઆેને કરી દેશે.
આમ હવે ગેસ ગ્રાહકોને સસ્તો ગેસ મળશે અને એમના ખાતામાં જમા થવાને બદલે સરકાર સીધી કંપનીના જ ખાતામાં સબસીડી જમા કરાવશે. સબસીડી સાથેની રકમ જ ડીલીવરી સાથે લેવામાં આવશે તેવી નવી વ્યવસ્થા નિમાર્ણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે અનેક ફરિયાદો બાદ રાંધણ ગેસની સબસીડી યોજનામાં આમુલ પરિવર્તન કરી છે.
સરકારના ધ્યાન પર એવી વાત આવી હતી કે ગરીબ ગ્રાહકોએ રાંધણ ગેસ વાપરવાનું જ બંધ કરી દીધું છે. સબસીડીવાળા સિલીન્ડર માટે ડિલીવરી સમયે બજાર કિંમત હોય તે ચુકવવી પડતી હતી અને સબસીડી ગ્રાહકના બેન્ક ખાતમાં જમા થતી હતી પરંતુ તેમાં સીલીન્ડરના ઉંચા દામ ચૂકવવા પડતા હતાં તેની અનેક ફરિયાદો ઉઠી અને ત્યારબાદ સરકારે મોટો ફેરફાર કર્યો છે.
પેટ્રાેલિયમ મંત્રાલયના એક મંત્રીના જણાવ્યા અનુસાર ગેસ સિલીન્ડરની વધી રહેલી કિંમતોને ધ્યાનમાં રાખી સબસીડી આપવા માટે ટૂંક સમયમાં નવી રીત અપનાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ગેસ સબસીડીનો નવો સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યાે છે. આ હેઠળ ગ્રાહકને ગેસ સિલીન્ડરની માત્ર સબસીડી કિંમત જ ચૂકવવાની રહેશે.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સબસીટીના નવા નિયમોમાં ગેસ બુક થયા બાદ ગ્રાહકોના મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા એક કોડ મોકલવામાં આવશે.
ગેસ સિલીન્ડર આવવા પર ગ્રાહકે પોતાના મોબાઈલ ઉપર એ કોડ બતાવવાનો રહેશે. ગેસ સિલીન્ડર લાવનારો વ્યિક્ત આ કોડને નોટ કરી સોફટવેરમાં અપડેટ કરી દેશે. ત્યારબાદ સરકાર ગ્રાહક તરફથી સબસીડીની રકમ સીધી કંપનીને ચૂકવી દેશે. આવામાં ગ્રાહકે માત્ર ગેસ સિલીન્ડરના સબસીડીની રકમ ચૂકવવી પડશે.
સરકાર પહેલાંથી જ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઆેને 14.2 કિલોના સિલીન્ડરની જગ્યાએ સુવિધાનુસાર પાંચ કિલોના સિલીન્ડર બુક કરવાનો વિકલ્પ આપી ચૂકી છે.

Comments

comments