રાજકારણના ગરમાવા વચ્ચે ‘ઠાકરે-૨’ની તડામાર તૈયારીઓ….

November 7, 2019 at 10:25 am


વર્ષની શરૂઆતમાં રીલીઝ થયલી ફિલ્મ ઠાકરે ફિલ્મે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. ત્યારે હવે ઠાકરે ફિલ્મના ડીરેક્ટર સંજય રાઉત હવે ઠાકરેની સીકવલ બનાવવાની તૈયારી પૂરજોશથી કરી રહ્યા છે. મૂળ ઠાકરેના નિર્માતા અને લેખક સેનાના સાંસદ સંજય રાઉત હતા. જોકે તેના દ્વારા હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ‘ઠાકરે-ટુ’ શીર્ષક એમણે બે મહિના અગાઉ જ રજીસ્ટર કરાવી લીધું હતું. ઠાકરે પહેલીમાં તો બાળ ઠાકરેની ભૂમિકા નવાઝુદ્દીન સીદ્દિકીએ ભજવી હતી અને પાર્ટ-ટુમાં પણ આ ભૂમિકા નવાઝુદ્દીન જ ભજવશે તેવું જાણવા મળ્યું છે. ઠાકરે-ટુનું ટ્રેલર પણ હવે ટૂંક સમયમાં જ રીલીઝ કરવામાં આવશે. હાલ તો એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ ૨ ભાષામાં રીલીઝ કરવામાં આવશે, હિન્દી અને મરાઠીમાં…

Comments

comments