રાજકારણનું અપરાધિકરણ: ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય

April 16, 2019 at 9:01 am


લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો હિંસાની છૂટક ઘટનાઓ સાથે એકંદરે શાંતિપૂર્વક પૂરો થયા બાદ હવે ચૂંટણી પંચ સમક્ષ બીજા તબક્કાનો મોટો પડકાર છે. 13 રાજ્યોની 97 બેઠક માટે ગુરુવારે મતદાન યોજવાનું છે અને ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર પાસે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, આ તબક્કામાં જે ઉમેદવારો ઉભા છે તેનો ક્રિમિનલ રેકોર્ડ અત્યંત ખરાબ છે. આવી સ્થિતિમાં મતદાનના દિવસે ગમે તે થઇ શકે છે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરી જેવા રાજ્યોના કુલ 251 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે.આમાં 167 જણના કેસ તો ગંભીર પ્રકારના છે. આ જાણકારી આ ઉમેદવારોએ જ નોંધાવેલા સોગંદનામામાં દશર્વિવામાં આવી છે.
બીજા તબક્કા માટે કુલ 1,644 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતયર્િ છે. , ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોમાં, કોંગ્રેસના 53માંથી 23 છે, ભાજપ્ના 51માંથી 16 છે, બહુજન સમાજ પાર્ટીના 80માંથી 16 છે, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમના 22માંથી 3, દ્રવિડ મુન્નેત્ર કળગમના 24માંથી 11 અને શિવસેનાનાં 11માંથી 4 ઉમેદવારનો સમાવેશ થાય છે.આ પૈકી કોંગ્રેસના 17, ભાજપ્ના 10, બીએેસપીના 10,અન્ના ડી.એમ.કે.ના, ડી.એમ.કે.ના 7 અને શિવસેનાના એક ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ રેકોડ્ર્સ નોંધાયા છે.8 ઉમેદવારોએ અપહરણના બનાવમાં એમની સંડોવણીનો સ્વીકાર કર્યો છે જ્યારે 10 જણે બળાત્કાર, હુમલા, મહિલાની આબરુ લૂંટવાના ઈરાદે એની પર બળજબરી, મહિલા પર અત્યાચાર જેવા કેસો નોંધાયા હોવાનો એકરાર કર્યો છે. 15 ઉમેદવારો સામે આરોપ છે કે એમણે સમાજમાં વૈમનસ્ય પેદા કરતા ભાષણો કયર્િ હતા.
423 ઉમેદવારોએ પોતપોતાની પાસે રૂ. એક કરોડ કે તેથી વધુની રકમની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના 46 છે, ભાજપ્ના 45 ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 31.83 કરોડ છે જ્યારે ભાજપ્ના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 21.59 કરોડ છે.ટિકિટ આપતા પહેલા તમામ રાજકીય પક્ષો પોતે રાજકારણનું અપરાધિકરણ નહિ થવા દે તેવી સુફિયાણી વાતો કરે છે પણ સત્ય એ છે કે, ટિકિટ પણ આવા અપરાધીઓને જ આપે છે.પ્રજાએ આવા લોકોને જાકારો આપવો જોઈએ.

Comments

comments

VOTING POLL