રાજકારણીઆેના બેહુદા અને મર્યાદાહીન બકવાસથી સ્કૂલના બાળકોને કેવું શિક્ષણ મળ્યું: લોકોની સેવા કરવાની આટલી તડપ તો ઈતિહાસમાં કયારેય જોઈ નથી !

May 13, 2019 at 9:55 am


ચૂંટણીને લોકશાહીનું પર્વ બનાવવાને બદલે રાજકારણીઆેએ તેને મજાક બનાવી દેવાનું પાપ આચર્યું છે તે હકીકત હવે કોઈથી છૂપી રહી નથી. હવે તો દિવસે દિવસે આ લોકો વધુ નીચે ઊતરી રહ્યા છે અને જનતા આ તમાશો જોઈને એવો વિચાર કરતી હશે કે એમને અમારી સેવા કરવાની આટલી બધી તડપ શા માટે છે ! આટલી બધી ઉતાવળ જો પહેલાથી રાખી હોત તો કયારનો જનતાનો ઉધ્ધાર થઈ ગયો હોત !
વાસ્તવમાં આ ધોળા ડગલાઆેને પોતાનો દમામ પાથરવાની અને સંપિત્ત વધારવાની ઉતાવળ છે. લોકોની સેવા કરવાના નામે આ લોકોને વિદેશમાં આંટાફેરા કરવા છે અને વિદેશમાં ખજાના સાચવી રાખવા છે. પોતાના મત વિસ્તારની કઈ ગલીમાં કઈ સમસ્યા છે તેની જાણકારી તેને કયારેય હોતી જ નથી. મત વિસ્તારમાં કોણ કેટલું ગરીબ છે તેની પરવા તેને નથી. મત વિસ્તારમાં કોણ દુઃખી અને કોણ સુખી છે તેની કોઇ માહિતી એમની પાસે નથી. લોકોના દુઃખ જાણવાની જો એટલી જ ચિંતા હોય તો મત વિસ્તારમાં કેટલી વાર આંટો માર્યો તેની રજેરજની માહિતી જાહેર થવી જોઇએ અને તેનું રજિસ્ટર મેઇન્ટેન થવું જોઇએ
ચૂંટણીમાં આ વખતે નેતાઆેએ ખરેખર દાટ વાળી દીધો છે. એમની જીભ કન્ટ્રાેલમાં જ નથી અને જેમની ફરજ છે એ લોકો એમને રોકતા નથી તે પણ વિચાર માગતો પ્રñ છે.
નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય આ બન્ને નેતાઆેએ એમના માણસોને અંકુશમાં રાખવા જોઇએ પરંતુ એવું થતું નથી. બધા બેફામ છે, બધા નિરંકુશ છે. એકવાર અટલજીએ ચૂંટણીના પ્રચારમાં એમ કહ્યું હતું કે અમે કોઇ સાધુ બાબાઆેની મંડળી નથી, અમે પણ ચૂંટણી જીતવા મેદાને પડયા છીએ પરંતુ એમણે કયારેય વિરોધીઆે વિષે કોઇ ઘસાતી વાત કરી નહતી. સંપૂર્ણપણે સ્વચ્છ અને સુઘડ ભાષામાં એમણે હંમેશા પ્રચાર કર્યો હતો. ગમે તેવા તીવ્ર મતભેદો હોય તો પણ અટલજીએ કયારેય મર્યાદા અને વિવેક ચૂકવાની ભૂલ કરી નહતી તે વાતનું ગૌરવ બધાને હોય જ તેમાં કોઇ શંકા નથી. અંગત જીવનમાં ડોકીયું કરવાને બદલે અટલજીએ સળગતા મુદ્દાઆેને જ આધાર બનાવ્યા હતા. એમની ચોટદાર દલીલો હંમેશા વિરોધીઆેની જીભ બંધ કરવામાં સફળ રહેતી હતી. પોતાની વાતને કન્વીન્સીગ અંદાજમાં લોકો સમક્ષ મુકવાની એમની અદા બધા જ રાજકારણીઆે માટે ઇન્સપીરેશન છે.
રાજકારણીઆે લોકોની સેવા માટે જ જો ચૂંટણી લડવા માગતા હોય તો એમણે એમનો રાહ જ બદલવો પડશે તેમાં બે મત નથી. સંસદમાં પણ આપણા માનનીયો લખણ ઝળકાવતા રહે છે તે વાત પણ કોઇથી છૂપી રહી નથી. એમના આચાર,વિચાર અને સંસ્કાર બદલવાની જરૂર છે. અમેરિકામાં આપણે જોઇએ છીએ કે ત્યાંના નેતાઆે લડે છે પરંતુ સામસામી ગાળાગાળી કરતા નથી કે કયારેય પોતાના સ્ટાન્ડર્ડથી નીચે ઊતરતા નથી. મતભેદો તો એ લોકો વચ્ચે પણ હોય છે છતાં મર્યાદા કે ભાષાકીય વિવેક ચૂકતા નથી. બ્રિટનના એક જમાનાના વડાપ્રધાન ટોની બ્લેર છ બાળકોના બાપ હતા છતાં એમના વિરોધીઆેએ કયારેય આ વાતને મુદ્દાે બનાવ્યો નહતો. ભ્રષ્ટાચાર તો ચારેકોર છે તે તો સર્વવ્યાપી છે માટે આપણે તેનો દાખલો આપી શકાય એમ નથી ! ભ્રષ્ટાચારને તો સૌએ એક અવિભાજ્ય પ્રક્રિયા તરીકે સ્વીકારી લીધો છે !
ચૂંટણી તો આવશે અને જશે પરંતુ જનતાના દિમાગમાં જો નફરત બેસી જશે તો તેનો તોડ ઘડીકમાં મળશે નહી તે હકીકત છે. તમામ નેતાઆેએ આ વાત સમજી લેવાની જરૂર છે. પાછલા દિવસોમાં પ્રચાર દરમિયાન જે કંઈ બની ગયું છે અને જે કોઈ ડાયલોગબાજી થઈ છે તે અત્યંત નિંદનીય અને શરમજનક રહી છે. વડાપ્રધાને પણ વિવેક અને મર્યાદા ગુમાવ્યા હતાં. એક મૃત સ્વર્ગસ્થ વડાપ્રધાન વિશે એમણે વિરાટ યાત્રાના નામે આક્ષેપો કરીને પોતાના સ્ટાન્ડર્ડથી નીચેની વાત કરી હતી અને નૌકાદળના પૂર્વ વડાએ જ તેમને ખોટા પુરવાર કર્યા હતાં. એ જ રીતે રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટની માફી માગવી પડી છે. રાહુલે તો બબ્બે વખત માફી માગવી પડી છે. જો કે બાકીના જે મોટરમાઉથ લોકોએ પોતાના મોઢામાંથી ગંદકીઆે બહાર કાઢી છે એમણે હજુ સુધી માફી માગી નથી. કદાચ ગાળ બોલવાને એ લોકો પોતાનો અધિકાર ગણતા હશે પરંતુ એમના સંસ્કારો વધુ પડતા નીચે ઉતરી ગયા છે તે હકીકતનો એમને ખ્યાલ નથી. જનતાની આકાંક્ષા એવી નથી કે ચૂંટણીના નામે કે પ્રચારના નામે માઈક પર એકબીજાને ગાળો આપવામાં આવે. આ કોઈ ચૂંટણી લડવાનો કે જીતવાનો સંસ્કારી માર્ગ નથી.
હજુ મતદાનનો એક તબકકો બાકી છે અને હજુ પણ જીભથી ગંદકી ઠાલવનારા લોકો પોતાની મુખરૂપી કચરાપેટીમાંથી ગંદકી ઠાલવવાના જ છે. કોઈને ગાળ દેવાથી જો પિબ્લક મત આપી દેતી હોય તો ચૂંટણી પ્રચારમાં નકરી ગાળો જ સાંભળવા મળી હોત અને તે આપણી પરંપરા બની ગઈ હોત પરંતુ જનતા એટલી અસંસ્કારી નથી જેટલા નેતાઆે છે. માફી માગવી પડે એવા અપરાધ આચરતા પહેલા નેતાઆેએ અરિસામાં જોઈ લેવાની જરૂર છે. 23મીએ જે પરિણામ આવશે તે જનતાનો ફાઈનલ ચુકાદો હશે તેમાં જેને સત્તાનું સુકાન સાેંપવામાં આવશે તેની જવાબદારી ચાર ગણી વધી જશે. શાળાના વિદ્યાર્થીઆે અને સ્કૂલના બાળકો આ નેતાઆેની ગાળાગાળી અને આક્ષેપબાજીમાંથી કેવું લેશન લઈ રહ્યા છે તેની ચિંતા હવે ખરેખર આ રાજકારણીઆેએ કરવાની જરૂર છે. કયારેક આ લોકો પોતાના ઘરમાં એકબીજાને ગાળ આપીને જો પ્રયોગ કરે તો તેમને ખબર પડશે કે તેમના પરિવારના બાળકોના માનસ પર કેવી અસર પડે છે. એક વાત બધાના મોઢેથી સાંભળવા મળી રહી છે કે 2019ની લોકસભાની ચૂંટણીની સમગ્ર પ્રચારની કહાની હિન્દુસ્તાનના રાજકીય ઈતિહાસમાં કાળા અક્ષરે લખાવાની છે અને તેની સંપૂર્ણ જવાબદારી રાજકીય પક્ષો અને તેના નેતાઆેની રહેશે.

Comments

comments

VOTING POLL