રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં પાણીના મુદ્દાનો ‘દુષ્કાળ’

April 16, 2019 at 10:48 am


દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને આગળના મુકાબલા માટે રાજકીય પક્ષો એકબીજા વિરુદ્ધ પ્રચારની ધારને વધુ મજબૂત બનાવી રહ્યા છે પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે એક પણ પક્ષ દુષ્કાળ કે ઓછા વરસાદના મુદ્દાને ઉઠાવી રહ્યો નથી.

પાછલા વર્ષે ઓક્ટોબર પછી દેશભરમાં દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રોનો વિસ્તાર વધતો ગયો છે આમ છતાં રાજકીય પક્ષો દુષ્કાળના આ મુદ્દેને નજરઅંદાજ કરી રહ્યા છે. સત્તાઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગંભીર જળસંકટને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરવામાં આવ્યું નથી જે ગ્રામ્ય ભારતના ઘણા ક્ષેત્રોમાં રહેલું છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વાત માટે ભાજપે ખુદની પીઠ થાબડતાં જોવા મળી હતી અને તેણે લાંબા સમયથી અટકેલી 31 સિંચાઈ પરિયોજનાને પૂરી કરી દીધી છે. એવો વાયદો પણ કર્યો છે કે તે ડિસેમ્બર 2019 સુધી 68 પરિયોજનાઓને પૂરી કરી દેશે પરંતુ નહેરો અને કમાન્ડ એરિયાનો વિકાસ અધૂરો રહેવાથી આ વાયદો પૂરો થતો દેખાઈ રહ્યો નથી.

ભાજપે એવો વાયદો પણ કર્યો કે તે એક નિશ્ર્ચિત સમયમાં 100 ટકા સિંચાઈને સુનિશ્ર્ચિત કરશે પરંતુ ક્યાં સુધી ? કોઈ તારીખની જાહેરાતનો બિલકુલ ઉલ્લેખ કરાયો નથી. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં 350થી 180 બ્લોક સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત છે પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન દરમિયાન દુષ્કાળ ચૂંટણી મુદ્દો બનતો દેખાઈ રહ્યો નથી. વધર્નિા વરિષ્ઠ ખેડૂત કાર્યકતર્િ વિજય જાવંઢીયા કહે છે કે સ્થાનિક સ્તરે પણ વિપક્ષી દળો કોંગ્રેસ અને એનસીપીના નેતા દુષ્કાળને મોટો મુદ્દો બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. પુલવામા હમલા બાદ ભાજપ્નું વધુ પડતું જોર રાષ્ટ્રીય સુરક્ષા પર છે.

Comments

comments

VOTING POLL