રાજકોટથી 16ની જાન્યુઆરીએ દક્ષિણ દર્શન સ્પે.પ્રવાસી ટ્રેન દોડશે

December 6, 2018 at 4:51 pm


આઈઆરસીટીસી દ્વારા તા.16થી 27 જાન્યુઆરી દક્ષિણ દર્શન સ્પેશ્યલ પ્રવાસ ટ્રેનનું આયોજન કરાયું છે. દક્ષિણ ભારતના તીથર્ સ્થાનોને આવરી લેતાં આ સ્પેશ્યલ પ્રવાસી ટ્રેન રાજકોટથી તા.16મીએ રાજકોટ જંકશનથી રવાના થઈને તા.27મીએ 11 રાત્રી 12 દિવસના પ્રવાસ બાદ પરત રાજકોટ આવશે.

ઈન્ડિયન રેલવે કેટરિ»ગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન આયોજિત સરકારી કર્મચારીઆે માટે એલટીસી માન્ય છે, રાજકોટથી તા.16મી જાન્યુઆરીએ ઉપડતાથી દક્ષિણ દર્શન સ્પેશ્યલ પ્રવાસી ટ્રેન તા.18મીએ સીધી રામેશ્વરમ તથા જયોતિર્લિંગ સહિત દેવદર્શન માટે રાત્રિ રોકાણ બાદ તા.19મીએ મદુરાઈ બાદ નાગરકોઈલ સ્ટેશનેથી કન્યાકુમારી, સનસેટ, સનરાઈઝ, સાઈડ સીIગ, કોચુવેલી ત્રિવેન્દ્રમ જશે ત્યાં બીચ, પÚનામ મંદિર, સંતગિરિ આશ્રમ, સુચિન્દ્રમ મંદિર દર્શનની વ્યવસ્થા, રેણીટૂંગા સ્ટેશનેથી તિરૂપતિ દર્શન, ત્યાંથી શિરડી સાંઈ મંદિર અને શનિ શિંગણાપુરથી પરત રાજકોટ તા.27મીએ આવશે.

દક્ષિણ દર્શન સ્પેશ્યલ પ્રવાસી ટ્રેનમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, કલ્યાણ, પુણેથી પણ પ્રવાસીઆે બેસી શકશે તેમજ પ્રવાસ પૂર્ણ થતાં ઉતરી શકશે. વધુ વિગત માટે આઈઆરસીટી ટૂરિઝમ ડોટ કોમ ઉપર વિગતો મળી શકશે તેમ જણાવ્યું છે.

પ્રવાસી દીઠ પેકેજ ખર્ચ સ્લીપર કલાસ માટે ટુ ટાયર 11,340 અને થ્રી ટાયર એસી માટે 13,860 રખાયો છે.

Comments

comments

VOTING POLL