રાજકોટના આૈદ્યાેગિક એકમોમાં 4ના બદલે 8 દિવસ સાતમ-આઠમની રજા

August 17, 2019 at 5:25 pm


શાપર-વેરાવળ, આજી જીઆઇડીસી અને મેટોડામાં આવેલા આૈદ્યાેગિક એકમો આ વખતે જન્માષ્ટમીમાં 4 દિવસના બદલે 8 દિવસની રજા રાખશે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું મહત્વ રહેલું છે. આથી દર વર્ષે રાજકોટ નજીક આવેલા આૈદ્યાેગીક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 4 દિવસનું વેકેશન રાખવામાં આવે છે પણ આ વખતે મંદીની અસર, બેન્કોમાં રજા, આેર્ડરોમાં ઘટાડો સહિતના કારણોને લીધે આ આૈદ્યાેગિક એકમો 8 દિવસ રજા રાખશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી એરીયામાં 3000 જેટલી ફેકટરીઆે આવેલી છે. આ વિસ્તારમાં મોટા ભાગની ઇન્ડસ્ટ્રી આેટો પાર્ટસના કામ સાથે સંકળાયેલી છે. ઘણા સમયથી આેટો સેકટરમાં મંદીનો માહોલ છે. દર મહિને આેટો પાર્ટસ તેમજ મેન્યુફેકચરિ»ગ વસ્તુઆેના આેર્ડરો આવી જતાં હતાં. પરંતુ ઘણા સમયથી માગ મુજબ જ આેર્ડર આવે છે. જેના કારણે આ આૈદ્યાેગીક એકમોને ફટકો પડયો છે. ખપ પુરતા જ આેર્ડર હોવાના કારણે શાપર વેરાવળ વિસ્તારમાં આવેલી 3000 જેટલી ફેકટરીઆે 8 દિવસ રજા રાખશે. બુધવારથી બુધવાર સુધી જન્માષ્ટમીનું વેકેશન શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં રહેશે.
દર સાતમ-આઠમ પૂર્વે આજી જીઆઇડીસીમાં આવેલા એકમો એકસ્ટ્રા શિફટ સાથે આેર્ડરો પૂરા કરતા હોય છે. આ જીઆઇડીસીમાં આવેલી ફેકટરીઆે જન્માષ્ટમીના તહેવાર પહેલા 1 મહિના સુધીના બુધવાર દરમિયાન કામકાજ ચાલુ રાખે છે. પરંતુ આ વખતે મંદીનું ઘેરુ સંકટ છે. આથી ઘણા સમયથી આજી જીઆઇડીસીના એકમોએ પણ ચાલુ સપ્તાહે 2 દિવસ રજા રાખી ખર્ચા પર કાપ મુકયો હતો અને આ વખતે સાતમ-આઠમમાં પણ 8 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. આજી જીઆઇડીસીમાં 500 જેટલા એકમોમાં બુધવારથી બુધવાર સુધી રજા રહેશે. આવી જ રીતે રાજકોટની આજુબાજુમાં આવેલા મેટોડા, હડમતાળા, નવાગામ સહિત આૈદ્યાેગિક એકમોમાં 3થી 4 દિવસના બદલે 8-8 દિવસ સુધીની રજાઆે રહેશે તેવું જાણવા મળ્યું છે.

દશેરા-દિવાળીના આેર્ડરો ન આવતા રજા લંબાવાઇઃ પ્રમુખ શાપર-ઇન્ડસ્ટ્રી એસોસિએશન
છેલ્લા ત્રણ મહિનાથી આેટો પાર્ટસ સેકટરમાં મંદી ચાલી રહી છે. તહેવારો સમયે ચાર-ચાર મહિનાના એડવાન્સ બુકિંગ થઇ રહ્યા હતાં પરંતુ આેટો ઇન્ડસ્ટ્રીઝની હાલત કફોડી હોવાથી તેના પાર્ટસની ડિમાન્ડ ઘટી ગઇ છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, દર મહિને આેર્ડર માટે કંપનીઆે તરફથી શેડયુઅલ આવી જતું હોય છે, હાલમાં પ્રવર્તમાન પરિિસ્થતિને કારણે માત્ર એક મહિનાના જ એડવાન્સ આેર્ડરો આવી રહ્યા છે. સાતમ-આઠમ સમયે ઉત્પાદકો દ્વારા એવું કહેવામાં આવતુ કે, તહેવાર પહેલા કન્સાઇનમેન્ટ પુરા કરી આપજો, ત્યારે હજુ સુધી દશેરા, દિવાળીના તહેવાર માટેના આેર્ડરોના ઠેકાણા પણ નથી. આ પરિિસ્થતિમાં ઉદ્યાેગકારોએ એવું નકકી કર્યું છે કે, બુધવારથી બુધવાર એમ 8 દિવસ જન્માષ્ટમીની રજા રાખવી. શાપર-વેરાવળમાં આવેલી 3000 જેટલી ફેકટરીઆે 8 દિવસ સુધી બંધ રહેશે.

બેન્કોમાં પાંચ-પાંચ રજાના કારણે એકસપોર્ટરોના ટ્રાન્ઝેકશન અટકયાઃ પ્રમુખ આજી જીઆઇડીસી એસો.
આજી જીઆઇડીસીમાં પ00 જેટલા આૈદ્યાેગિક એકમોમાં 8 દિવસનું જન્માષ્ટમી વેકેશન રાખવામાં આવ્યું છે. આ અંગે પ્રમુખ જીવણભાઇ પટેલે જણાવ્યુ હતું કે ગત સપ્તાહમાં એક સાથે 3-3 દિવસની રજા અને આ સપ્તાહ અને આવતા અઠવાડીયામાં પણ રજા આવતી હોવાથી એકસર્પોટરોના ટ્રાન્ઝેકશન અટકયા છે. જેના કારણે ઉદ્યાેગકારોને મુશકેલી પડે છે. માલ લોડ થયા બાદ બેન્ક દ્વારા ધિરાણ આપાતું હોય છે પરંતુ રજાનો માહોલ હોવાથી ઉદ્યાેગકારો અને બેન્કો વચ્ચે સંકલન તુટયું છે. જેની અસર આેર્ડરો પર પડી છે. તો બીજી તરફ હાલમાં મંદીની પરિિસ્થતિના કારણે પણ ધંધાઆેને અસર પહાેંચી છે.

રાજકોટ એન્જિનિયરિ»ગ એસોસિએશન સંલગ્ન એકમોમાં પણ અઠવાડિયુ રજાઃ પરેશ વાસાણી
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવ્યું હતું કે, આેટો સેગ્મેન્ટ સાથે અન્ય ઉદ્યાેગોમાં પણ મંદીનું વાતાવરણ છે. આૈદ્યાેગિક એકમો દર બુધવારે રજા રાખે છે. આથી આ જન્માષ્ટમીમાં પણ રાંધણ છઠ્ઠ બુધવારે હોય ત્યારથી વેકેશન શરૂ થાય છે અને આ વેકેશન સોમવારે પૂરુ થાય છે. બુધવારને આડે એક જ દિવસ બાકી હોવાથી આખુ અઠવાડીયું રજા રહેશે.

Comments

comments

VOTING POLL