રાજકોટના ખીજડિયાની મહિલાને શંકાસ્પદ કોંગો ફિવર: સારવાર હેઠળ

March 30, 2018 at 4:39 pm


રાજકોટન ખીજડિયા ગામે રહેતી ભરવઢ પરીણિતાને કોગો ફિવર હોવાથજી શંકા સામે આવતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચીગઇ છે. છેલ્લા એક અઠવાડિયાની માંદગીના બિછાને રહેલી પરિણીતાને કાેંગો ફિવર હોવાની આશંક વ્યકત કરીને તબીબોએ એના બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી માટે પુના મોકલી આપ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કાેંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવતા જિલ્લાનું આરોગ્éતંત્ર પણ સર્તક થઇ ગયું છે.

અ અંગેની મળતી વિગતો મુજબ ખીજડિયા ગામમાં રહેતી પ્રભાબેન સંગ્રામભઇ ખરગિયા (ઉ.45)ને સપ્તાહ પૂર્વે બીમારી સબબ સારવાર શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં તેમને અછબડા થયા હોવાનું પરિવારજનોને લાગતું હતું.જો કે, સતત અઠવાડિયા સુધી તેમની બીમારી કાબુમાં ન આવતા સિવિલ હોસ્પિટલના તબીબોએ મહિલાને કાેંગો ફિવર નામનો ગંભીર તાવ હોવાની શંકા ગઇ હતી. જેને પગલે ગઇકાલે જ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલુ વોર્ડમાં દાલખ મહિલાના લોહીના નમુના મેળવીને ચકાસણી માટે પૂના ખાતેની લેબોરેટરીએ રવાના કરવામાં આવ્યા હતા. રિપોર્ટ આવતા હી અઠવાડિયું નીકળી જશે. એ પહેલા જ આ ગંભીર બીમારીનો શંકાસ્પદ કિસ્સો સામે આત આરોગ્યતંત્ર દોડતું થયું છે અને ખીજડિયા ખતે કે એની આજુબાજુના અન્ય કોઇ આ પ્રકારના દદ} છે કે કેમ એ અંગે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL