રાજકોટના તમામ ટયુશન કલાસીસ–શાળા–કોલેજો ફાયર સેફટીના સાધનો–સીસીટીવી કેમેરા વસાવે

May 25, 2019 at 4:59 pm


મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ ગઈકાલે સુરત શહેરના કોચીંગ કલાસના આગ લાગવાથી ૧૯ વિધાર્થીઓના મૃત્યુ થયેલ છે. આ તમામ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવે છે કે, આ ઘટના વ્રજઘાત સમાન અને હૃદય દ્રવી ઉઠે તેવી બનેલ છે. થોડી બેદરકારી કે આળસના કારણે આવી વિકરાળ ઘટના બનવા પામી હોય છે. શિક્ષણ ક્ષેત્રે આજે હરીફાઈનો યુગ છે ત્યારે મા–બાપ પોતાના સંતાનોને તેમની સાથે કદમ મિલવવા સ્કુલ–કોલેજની સાથોસાથ કોચીંગ કલાસોમાં પણ મોકલતા હોય છે ત્યારે આવી કોઈ ઘટનાથી માતા–પિતા તેમના લાડકવાયાને ગુમાવવાથી પોતાની માથે ભયંકર પહાડ પડયો હોય તેવી અનુભુતી થાય છે. સુરતની આ ઘટનાને ધ્યાનમાં રાખી, રાજકોટ શહેરમાં પણ ચાલી રહેલા જુદા જુદા કોચીંગ કલાસો શાળા કોલેજો વિગેરેના સંચાલકોએ કોઈના લાડકવાયા સાથે આવી ઘટના ન ઘટે તે માટે બિલ્ડીંગમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટે સાધનો, સીસીટીવી કેમેરા તેમજ આવી ઘટના વખતે બહાર જઈ શકાય તેવા રસ્તાઓ વિગેરે જેવી સુવિધાઓ અપનાવા અપીલ સાથે તાકીદ કરવામાં આવે છે. ફકત પૈસાની દોટ માટે કલાસીસ ચલાવવાના બદલે સુરક્ષાની સુવિધાઓ ઉભી કરવી જોઈએ તેમજ નિયમોનો ખાસ ચુસ્તપણે અમલ કરવો જોઈએ. સુરતમાં બનેલ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને પરમ કૃપાળુ પરમાત્મા મોક્ષ ગતિ પ્રદાન કરે અને તેમના પરિવાર પર આવી પડેલ આ દુ:ખદ ઘટના સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી પાઠવે છે તેમ યાદીના અંતમાં જણાવ્યું છે

Comments

comments

VOTING POLL