રાજકોટના નવા એરપોર્ટના તા.28ના ટેન્ડર ફાઇનલ કરાશે

February 3, 2018 at 11:52 am


રાજકોટ તાલુકાની બોર્ડર પર ચોટીલા તાલુકાના હિરાસર ગામ નજીક નવા નિમાર્ણ પામનારા આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકોટના નવા એરપોર્ટના ટેન્ડર આગામી તા.28ના ફાઈનલ કરવાની તડામાર તૈયારીઆે કલેકટર તંત્ર અને એરપોર્ટ આેથોરિટી આેફ ઈન્ડિયા દ્વારા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટના સૂચિત સ્થળે આજથી જમીનની માપણી અને પિલર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સંદર્ભે ડીઆઇએલઆર સાથે મિટિંગ પણ રાખવામાં આવી હતી. એરપોર્ટની જમીનનો કબજો આેન પેપર સાેંપાઈ ગયો છે પરંતુ વાસ્તવિક સાેંપણી વખતે જે કોઈ અડચણ અને દબાણ કે આ પ્રકારની અન્ય કોઈ બાબતો જણાશે તો તે દૂર કરીને સાેંપણી કરવામાં આવશે.

Comments

comments