રાજકોટના પાંચ આસામીઆેનું વિદેશી બેન્કોમાં કાળું નાણું હોવાનો ઘટસ્ફોટ…!

August 16, 2018 at 3:06 pm


રાજકોટના પાંચ આસામીઆેનું વિદેશી બેન્કમાં કાળું નાણું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ પાંચ મોટા માથાઆે પર રાજકોટ આવકવેરા વિભાગે પ્રાેસીકયુશન લોન્ચ કરવાની દરખાસ્ત અમદાવાદ આઇટીના વડાને મોકલી છે. જે અનુસંધાને ટૂંક સમયમાં રાજકોટના આ પાંચ કરચોરોનો પદાર્ફાશ થશે.

વિદેશની બેન્કોમાં રોકાણ કરી બ્લેક મની રોકી દેશના અર્થતંત્રને નબળું પાડનાર કરચોરો સામે સરકારે ગાળીયો મજબુત બનાવ્યો છે. દર વર્ષે આવા 40થી 50 હજાર કેસો પર પ્રાેસીકયુસનની કાર્યવાહી કરવા સરકારે આવકવેરા વિભાગને સુચન કર્યું છે. રાજકોટ આવકવેરા વિભાગના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પાંચ જેટલા આસામીઆેના કાળા નાણાં વિદેશી બેન્કમાં હોવાનું ખુલ્યું છે. આ અંગે આઇટી વિભાગે ઘણા દિવસથી ઝીણાંમાં ઝીણી માહિતી મેળવી તમામ પાસાઆેને તપાસતા શહેરના પાંચથી છ આસામીઆે સામે આવ્યા છે.

આઇટીના સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમદાવાદ આઇટીની સુચના મુજબ આ વિદેશી ખાતેદારો સામે આઇટી ટૂંક સમયમાં તવાઇ ઉતારશે. આ ઉપરાંત મળતી વિગત મુજબ આ પાંચથી છ આસામીઆેનું પનામ પેપર્સ સાથે પણ કનેકશન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં રાજકોટ આઇટી વિભાગે આ કરચોરોની ફાઇલો ફંફાળી પ્રાેસીકયુશન માટે દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મુકી છે. આગામી ટૂંક સમયમાં આ નામોના ધડાકા થાય તેવી શકયતા છે.

Comments

comments

VOTING POLL