રાજકોટના યુવાનની છરીના ઘા ઝીકી કુતિયાણા નજીક હત્યા

September 21, 2018 at 4:56 pm


પોરબંદરના કુતિયાણા નજીક આવેલ બાવળાવદરમાં રાજકોટના મવડી ચોકડી નજીક રહેતાં રિક્ષાચાલક મુિસ્લમ યુવાનની છરીના ઘા ઝીકી હત્યા થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોરબંદર એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં મહોર્રમ દરમિયાન રાજકોટનું મુિસ્લમ દંપતિ બાવળાવદર દરગાહે દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રાજકોટના જ દિલીપ પટેલ સહિતના ત્રણ શખસો અવાર-નવાર પિત્નની છેડતી કરતાં હોય જે અંગે ત્યાં ભેટો થઈ જતાં તેને ટપારવા જતાં છરીના ઘા ઝીકી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે ત્રણેય શખસોને સકંજામાં લઈ વધુ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 150 ફૂટ રિ»ગરોડ પર આવેલા મવડી ચોકડી નજીક રહેતો જાવેદ કરીમભાઈ નામનો મુિસ્લમ રિક્ષાચાલક યુવાન આજે તેની પિત્ન રેશ્મા સાથે કુતિયાણા પાસે આવેલ બાવળાવદરે આવેલ દરગાહે દર્શન કરવા ગયો હતો ત્યારે રાજકોટના જ દિલીપ પટેલ અને બે અજાÎયા શખસો સાથે ઝઘડો થતાં ત્રણેય શખસોએ છરીના ઘા ઝીકી નાસી જતાં ગંભીર રીતે ઘવાયેલા જાદેવને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજયું હતું.

બનાવના પગલે કુતિયાણા પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતાં મોહર્રમના તહેવાર દરમિયાન રાજકોટમાં મવડી ચોકડી પાસે રહેતો જાદેવ અને તેની પિત્ન રેશ્મા બાવળાવદર દર્શન કરવા આવ્યા હતાં. તે દરમિયાન તેની પાડોશમાં જ રહેતો દિલીપ પટેલ અને બે અજાÎયા શખસો અવાર-નવાર રેશ્માની છેડતી કરતાં હોય જે અંગે બન્ને વચ્ચે માથાકુટ થતી હોય.

પોલીસની વધુ તપાસમાં ગઈકાલે બાવળાવદર દરગાહે મુિસ્લમ દંપતિ દર્શન કરવા આવ્યું હોય, જૂના ડખ્ખાનો ખાર રાખી આરોપીઆે દિલીપ પટેલ સહિતના ત્રણ શખસોએ તેનો પીછો કરી બાવળાવદર ઘસી આવી ઝઘડો કરી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે હત્યારા ત્રિપુટીને ઉઠાવી લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL