રાજકોટના લિટલ ચેમ્પસ અભિ અજમેરા અને માનસી ધ્રુવ ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં છવાયા

February 6, 2018 at 2:58 pm


જાણીતા ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં રાજકોટની ટેલેન્ટને પ્લેટફોર્મ મળ્યું છે. 6 વર્ષનો અભિ અજમેરા અને 1ર વર્ષની માનસી આ ચેલેન્જને પાર કરી 4થા રાઉન્ડ માટે સીલેકટ થયાનાં સમાચાર રાજકોટમાં મળતાં ખુશીનો માહોલ છવાયો છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોએ ટેલીવુડમાં ધમાલ મચાવી છે. આ શો થકી અત્યાર સુધીમાં અનેક ડાન્સરો પોતાના ટેલેન્ટથી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે તો ઘણા ડાન્સરો બોલીવુડમાં છવાયા છે. આ શો ટૂંક સમયમાં લીટલ ચેમ્પસ સાથે શ થવાનો છે ત્યારે તેના માટે દેશભરમાંથી ઓડીશન ચાલી રહી છે.
આ ઓડીશનમાં ત્રણ કસોટીને પાર કરી રાજકોટના 6 વર્ષના અભિ અજમેરા અને 1ર વર્ષની માનસી ધ્રુવ ટીવી રાઉન્ડ માટે સીલેકટ થતાં ગુજરાતીઓનું હયું ગદગદ થઇ રહ્યું છે. ડાન્સની દુનિયામાં બન્ને બાળ ડાન્સરો રાજકોટનું નામ રોશન કરશે તેવો લોકોએ વિશ્ર્વાસ વ્યકિત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની જાણીતી પ67 ડાન્સ એકેડમીના સંચાલક ચિરાગ અજમેરાનો ભત્રીજો અને નિરવ અજમેરાનો પુત્ર અભિએ ડીઇઆઇડીમાં પોતાના ટેલેન્ટથી જજ પેનેલને પણ પ્રભાવિત કરી દીધી હતી. ક્ધટેમ્પ્નરી ડાન્સ સ્ટાઇલ સાથે ટકકર મારે એવી ટેલેન્ટ દશર્વિતા જજ પણ બોલી ઉઠયા હતાં કે આ લિટલ ચેમ્પ ભવિષ્યમાં બેસ્ટ કોરીયોગ્રાફર બનશે. આ શોમાં ગ્રાન્ડ માસ્ટર મિથુનદા અને જજમાં મુદ્સારખાન, મીની પ્રધાન સહિતના બોલીવુડના જાણીતા કોરીયોગ્રાફર છે.

આરકેસીમાં અભ્યાસ કરતાં અભિ અજમેરાએ આ અગાઉ પર સોની ટીવીમાં આવતા સુપર ડાન્સરમાં ટીવી રાઉન્ડ માટે સીલેકટ થયો હતો. હવે ફરી પોતાના ટેલેન્ટથી ડીઆઇડી માટે સીલેકટ થયો છે. ગઇકાલે રાત્રે 3 વાગ્યા સુધી મુંબઇ ખાતે લાસ્ટ ઓડીશન થઇ હતી. દેશભરમાંથી પ00 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી 80 બાળકોની પસંદગી થઇ હતી. હવે ટીવી રાઉન્ડ માટે આ 80 વચ્ચે જંગ જામશે. જેમાંથી ર4 બાળકોનું સીલેકશન થશે. અભિ અજમેરા અને માનીસી ધ્રુવ પર શુભેચ્છા વષર્િ થઇ રહી છે.

Comments

comments

VOTING POLL