રાજકોટના વિકાસ માટે વાઇબ્રન્ટમાં 131 એમઆેયુઃ રૂા.4882.57 કરોડનું રોકાણ

January 18, 2019 at 3:22 pm


વિશ્વના ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના જે 10 શહેરનો સમાવેશ કરાયો છે તેમાનું એક રાજકોટ છે. રાજકોટની વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં આ વખતે કુલ 131 એમઆેયુ થવાના છે તેવી જાહેરાત મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કરી છે.
મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જે 131 પ્રાેજેકટના એમઆેયુ થવાના છે તેની પાછળ રૂા.4882.57 કરોડનું રોકાણ થશે. આ રોકાણના કારણે શહેરના વિકાસની સાથોસાથ રોજગારીની તકો વધુ ઉપલબ્ધ થશે અને શહેરીજનોને વધુ સારી સુવિધા મળશે.
ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં જે 131 એમઆેયુ થવાના છે તેની માહિતી આપતાં મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રહેણાંક મકાનોના કુલ 80, કોમશિર્યલના 21, રહેણાંક-કોમશિર્યલના 24, સ્માર્ટ સિટીના પાંચ અને અન્ય એક પ્રાેજેકટનો સમાવેશ થાય છે.
વાઈબ્રન્ટ સમિટમાં રાજકોટ માટે થનારા એમઆેયુના કારણે આજે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ ઉપરાંત ડેપ્યુટી મેયર, દંડક અને પક્ષના નેતા સહિતના આગેવાનો આજે ગાંધીનગર પહાેંચ્યા છે.

Comments

comments

VOTING POLL