રાજકોટના શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ બે સપ્તાહમાં એફઆરસીમાં ફીની દરખાસ્ત મુકવા આદેશ

July 11, 2018 at 3:46 pm


ગુજરાત સરકારે પસાર કરેલા ફી નિયમનના કાયદા અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને રાજકોટની મોદી, ધોળકિયા અને એસએનકે સહિતની 7 સ્કૂલના સંચાલકો ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તેવી મતલબની રિટ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં કરાયા બાદ આજે તેની સુનાવણી રાખવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે ખાનગી શાળા સંચાલકોને જોરદાર

ઝટકો આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તમામ શાળા સંચાલકોએ બે સપ્તાહની સમય મર્યાદામાં ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) સમક્ષ ફરજિયાત રીતે દરખાસ્ત કરવાની રહેશે. આમ નહી કરનાર શાળા સંચાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એસ.એસ. બોબડે અને નાગેશ્વર રાવની ડિવિઝનલ બેન્ચે રાજકોટના એડવોકેટ અને વાલી સંજયભાઈ પંડયા, એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસના આગેવાનો રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા સહિતનાઆેએ કરેલી રિટના સંદર્ભમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ બે સપ્તાહમાં ફી સંદર્ભે એફઆરસીમાં દરખાસ્ત કરવાની રહેશે અને આવી દરખાસ્ત સંદર્ભે એફઆરસીએ પણ માત્ર બે સપ્તાહમાં નિર્ણય લઈને સરકારને તેની જાણ કરવાની રહેશે.

રાજકોટની અનેક શાળાઆે દ્વારા હોર્સ રાઈડિ»ગ, િસ્વમિંગ, ટ્રાન્સપોર્ટેશન ફી જેવા અલગ-અલગ હેડ નીચે મોટા ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદ કરાતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, એજ્યુકેશનલ ફી સિવાયની અન્ય કોઈ ઈત્તર પ્રવૃિત્ત માટે શાળા ફરજિયાત રીતે ફી માટે દબાણ ન કરી શકે. જો કોઈ વિદ્યાર્થી ઈત્તર પ્રવૃિત્તમાં જોડાવા ન માગતો હોય અથવા તો શાળા દ્વારા પુરી પાડવામાં આવતી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો લાભ લેવા ન માગતો હોય તો તેમને ફરજિયાત રીતે આ પ્રકારની ફી ભરવા માટે દબાણ ન કરી શકાય. આવા કિસ્સામાં રાજ્ય સરકાર અને ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નકકી કરવામાં આવેલી રૂા.15 હજાર, રૂા.27 હજાર અને રૂા.30 હજારના સ્લેબમાં જ ફી વસુલી શકાશે.

જે શાળાના સંચાલકો નિયમનું પાલન ન કરતાં હોય તેમની સામે ફીના મામલે કોઈ કાર્યવાહી નહી કરવાની સૂચના અગાઉ સુપ્રીમ કોર્ટે આપી હતી. આજે આ સૂચના પણ હવે અમલમાં રહેતી નથી તેવી સ્પષ્ટ વાત સુપ્રીમ કોર્ટે કરી છે.

Comments

comments

VOTING POLL