રાજકોટના 17 લાખ શહેરીજનોને આધારકાર્ડમાં સુધારા-વધારા માટે મહાપાલિકામાં ફક્ત ત્રણ કિટઃ કાલે કામગીરી ફરી બંધ

October 11, 2018 at 3:03 pm


રાજકોટ મહાપાલિકામાં હવે આધારકાર્ડની કામગીરી ક્યારે ચાલું હોય છે અને ક્યારે બંધ હોય છે તેનું ‘ડેઈલી બુલેટીન’ બહાર પાડવું પડે તેવી સ્થિતિ સજાર્ઈ છે. સેવાસેતુ કેમ્પ એ ચોક્કસપણે શહેરીજનો માટે ખૂબ જ સારી બાબત છે પરંતુ જ્યારે જ્યારે સેવાસેતુ યોજવામાં આવે છે ત્યારે મુખ્ય કચેરી સહિતની ત્રણેય કચેરીઆેમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ જાય છે અને અરજદારોને ધરમધક્કા થાય છે. મહાપાલિકા તંત્ર આધારકાર્ડ માટે વધારાની કિટ શા માટે મગાવતું નથી ં તે સો મણનો સવાલ છે. રાજકોટના 17 લાખ શહેરીજનોને આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા તેમજ નવા કાર્ડ કઢાવવા માટે ફક્ત ત્રણ કિટ ઉપલબ્ધ છે ! આગામી દિવસોમાં શહેરના તમામ 18 વોર્ડની વોર્ડઆેફિસોમાં આધારકાર્ડની કિટ મુકવામાં આવે તેવી પ્રબળ લોકમાગણી છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે પરંતુ તંત્રવાહકો આ દિશામાં કોઈ કાર્યવાહી કરતાં નથી.

દરમિયાન મહાપાલિકાના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ યુઆઈડી આધાર નાેંધણી તથા આધારમાં સુધારા-વધારાની કામગીરી મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઆે સેન્ટ્રલ ઝોન (ઢેબરભાઈ રોડ), વેસ્ટ ઝોન (150 ફૂટ રિ»ગરોડ) અને ઈસ્ટઝોન (ભાવનગર રોડ) ખાતે ચાલું છે. રાજ્ય સરકારની સુચના અનુસાર રાજકોટ મહાપાલિકા દ્વારા સેવાસેતુ (શહેરી) ચોથા તબક્કાના કાર્યક્રમ અંતર્ગત તા.12-10-2018ને શુક્રવારે વોર્ડ નં.14 (સેન્ટ્રલ ઝોન), વોર્ડ નં.16 (ઈસ્ટ ઝોન) તથા વોર્ડ નં.11 (વેસ્ટ ઝોન) ખાતે સેવાસેતુમાં આધાર કેન્દ્રની વ્યવસ્થા કરી હોવાથી તે દિવસે રાજકોટ મહાપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નાેંધણી લગત તમામ પ્રકારની સેવાઆે બંધ રહેશે પરંતુ સેવાસેતુના સ્થળે આ કામગીરી ચાલું રહેશે જેમાં (1) વોર્ડ નં.14 (સેન્ટ્રલ ઝોન) કામદાર કલ્યાણ કેન્દ્ર, કોઠારિયા કોલોની, 80 ફૂટ રોડ (2) વોર્ડ નં.16 (ઈસ્ટ ઝોન) શાળા નં.80, નીલકંઠ પાર્ક, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારિયા રોડ અને (3) વોર્ડ નં.11 (વેસ્ટ ઝોન) મલ્ટી એિક્ટવીટી સેન્ટર, નાનામવા સર્કલ, 150 ફૂટ રિ»ગરોડનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL