રાજકોટની કંપની બોઇંગ-રોલ્સ રોયલના પાર્ટ્સ બનાવશે

July 27, 2018 at 4:13 pm


વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોIગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોèસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટૂલિંગ અને પ્રિસીઝન ફલાય કોમ્પોનન્ટનું મોટાપાયે ઉત્પાદન કરશે, જેમાં આવા કલાયન્ટ્સનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિ»ગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જયોફ વેઈને ખુંું મુકયું હતું. જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ રૂા.30 કરોડનું ટર્નઆેવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવી ફેસિલિટીમાં તબકકાવાર રોકાણ વધારશે. સાણંદ જીઆઈડીસીમાં કંપનીએ જમીન હસ્તગત કરી છે, જયાં રૂા.103 કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રથમ તબકકાનું કામ ડિસેમ્બર 2018માં પૂર્ણ થશે.

આ પ્રિસીઝન ફલાIગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ 2019માં કાર્યરત થશે. તેમ કંપનીના સ્થાપક અને સીઈઆે વિપુલ વાચ્છાનીએ કહ્યું હતું.

વાચ્છાનીએ વધુમાં જણાવ્યું હતું કે, 1998માં અમે રાજકોટમાં કપંની શરૂ કરી હતી, પછી યુકેમાં 2004માં પેટાંકપની શઅ કરી હતી. રાજકોટમાં ઉત્પાદન સાથે બેંગલુરુ અને મુંબઈમાં એન્જિનિયરિ»ગ-ડિઝાઈન આેપરેશન કાર્યરત છે અને સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર વેઈને જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં બ્રિટિશ કંપનીઆેએ 21 અબજ પાઉન્ડનું રોકાણ કર્યુ છે અને 8 લાખ લોકોને રોજગારી આપી છે. બ્રેકિઝટ બાદ યુકેના સ્ટાર્ટઅપથી લઈને મિલ્ટનેશનલ કંપનીઆે ભારતમાં રોકાણ કરવા આતુર છે અને બેથી ત્રણ કંપનીઆે ગુજરાતમાં રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.

જયવેલ હવે બોIગ અને રોલ્સ રોèસના એન્જિન પાટ્ર્સનું ઉત્પાદન કરવાની દિશામાં આગળ વધી છે, આ ઉપરાંત કંપની બોમ્બાડિર્યર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટિયર-2 સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મિલ્ટનેશનલ એરોસ્પેસ કંપનીઆેના મોટા આેર્ડરની કામગીરી વિસ્તરશે.

Comments

comments

VOTING POLL