રાજકોટની ચતુદિર્શામાં વધુ ચાર નવા એસટીબસ સ્ટેશન બનાવવા જમીન માગણીની દરખાસ્ત

August 29, 2018 at 11:28 am


રાજકોટ શહેરની ભાગોળે રૂડા વિસ્તારમાં રિગરોડ-2 ઉપર ત્રણ નવા એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માટે જમીન માગણી કરાયા બાદ રાજકોટની ચતુર્દિશામાં વધુ ચાર નવા એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માટે રાજકોટ વિભાગીય નિયામક દિનેશ જેઠવા દ્વારા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમદાવાદ હાઇ-વે પર સાત હનુમાન મંદિર આજુબાજુ, ભાવનગર હાઈ-વે પર, ગાેંડલ રોડ ચોકડી નજીક અને ચોટીલા હાઈ-વે પર હીરાસર નજીક જમીન આપવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાેંડલ રોડ પર આવેલી રાજકોટ ડિવિઝનની વિભાગીય કચેરીના વિશાળ સંકૂલમાં પણ અમદાવાદમાં સેટેલાઈટ બસ સ્ટેશન છે તે પ્રકારનું નવું બસ સ્ટેશન બનાવવાનું આયોજન તૈયાર થઈ રહ્યું છે અને તે માટે પણ વડી કચેરી સાથે પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે થોડા દિવસો પૂર્વે રિ»ગરોડ-2 ઉપર ગાેંડલ ચોકડી, કાલાવડ રોડને લાગુ વિસ્તાર તેમજ માધાપર ચોકડી નજીક ત્રણ નવા એસ.ટી. બસ સ્ટેશન માટે જમીન ફાળવવા અગાઉ માગણી કરાઈ છે. તદ્ ઉપરાંત ઉપરોકત મુજબ વધુ ચાર નવા બસ સ્ટેશન માટે તાજેતરમાં જમીન માગણીની દરખાસ્ત કરવામાં આવી છે.

તાજેતરમાં રાજકોટ જિલ્લામાં લોધીકા ખાતે નવું એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માગણી કરાઈ છે. સરધાર ગ્રામ પંચાયત પાસે જમીન માગણી કરતાં તેમણે ગામતળમાં જમીન આપી છે ત્યાં આગળ ટૂંક સમયમાં નવું બસ સ્ટેશન બનશે. આ ઉપરાંત થાનગઢ નજીકના સરા, હળવદ પાસેના ચરાડવા અને સાયલા સહિતના ગામોમાં પણ નવું એસ.ટી. બસ સ્ટેશન બનાવવા જમીન માગણી કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL