રાજકોટની પરિણીતા સાથે ફેસબુક દ્વારા ફ્રેન્ડસીપ કરી બ્લેકમેલીંગ કરનાર યુવાનાે ઝડપાયો

July 30, 2018 at 9:36 pm


યુવતિના નામની ફેક આઈ.ડી. બનાવવામાં આવી હતી

સાેશ્યલ મિડિયાના માધ્યમથી યુવતિઆે સાથે ફ્રેન્ડસીપ કરીને તેમની સાથે અંગત સંબંધો કેળવી યુવતિઆેને બ્લેકમેલીંગ કરવાના કિસ્સાઆે વધી રહ્યાા છે ત્યારે રાજકોટની એક પરિણીતા સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડસીપ કરી તેને બ્લેકમેલીંગ કરવાના કિસ્સામાં ભચાઉના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પાેલીસે ભચાઉના હરીશચંદ્રિંસહ ઉફેૅ હરદિપિંસહ વાઘેલાને ફેસબુક દ્વારા રાજકોટની પરિણીત યુવતિ સાથે મિત્રતા કેળવી હતી. ફેસબુકના પસૅનલ ચેટ એકાઉન્ટમાં બન્ને વચ્ચે થતી વાતચીત દરમિયાન હરીશચંદ્રિંસહે આ યુવતિઆેને વિશ્વાસ સંપાદન કરી તેના ઘેર રાજકોટ ગયો હતાે. પરણિત યુવતિના ઘેર ફોટા પણ પડાવ્યા હતા. ત્યારબાદ તે યુવતિના નામનું ફેક એકાઉન્ટ ખોલાવી તે યુવતિના પરિચીતાેને ફ્રેન્ડ રિકવેસ્ટ મુકી હતી. આ યુવતિના ફોટાઆે કમ્પ્યુટર દ્વારા એડિટ કરીને યુવતિના પતિને બદનામ કરીને ધમકી આપી બ્લેકમેલીંગ કરવાની માંગણી કરી હતી. જેને પેટા પ0 હજાર મેળવી લીધા હતા. આ અંગે પાેલીસ ફરીયાદ કરાતા રાજકોટ સાયબર સેલે આ શખ્સની ધરપકડ કરી હતી.

Comments

comments

VOTING POLL