રાજકોટની પીચ દિલ્હી કરતા સારીઃ ઉજળો દેખાવ કરશુંઃ આફીફ હુસેન

November 5, 2019 at 5:48 pm


Spread the love

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના પગે પાણી લાવી દેનાર બાંગ્લાદેશના સ્પિન બોલર આફિફ હુસેને જણાવ્યું હતું કે રાજકોટની પીચ દિલ્હી કરતા વધુ સારી હોય આ પિચનો ફાયદો ઉઠાવશુ. ભારત જેવી મજબુત ટીમ સામે પ્રથમ મેચમાં મળેલા વિજયથી ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે જેનો ફાયદો આ મેચમાં પણ મળશે.

રાજકોટની પીચ બેટિંગ પેરેડાઇઝ હોવાથી બાંગ્લાદેશની ટીમ પોઝિટિવ qક્રકેટ રમવા ઉપર ધ્યાન કેિન્દ્રત કરશે. આ સાથે જ ટીમનો પ્રયાસ શ્રેણી જીતવા ઉપર રહેશે. ટીમના બેલેન્સ વિશે બોલતા હુસૈને કહ્યું કે કેપ્ટન સહિતના ખેલાડીઆે ફોર્મ માં રમી રહ્યા હોય તેમનું બેલેન્સ ઘણું જ ઉમદા છે. અમારો પ્રયાસ પ્રથમ મેચમાં જે રીતે મેચ પર પકડ જમાવી રાખી હતી તે જ રીતે આ મેચમાં પણ પ્રદર્શન કરવા પર રહેશે. બાંગ્લાદેશની ટીમ બોલિંગ ઉપરાંત બેટિંગ ઉપર ખાસ ધ્યાન આપશે કેમ કે અહી જોતા આ ફેક્ટર પર ધ્યાન આપવું વધું જરુરી લાગે છે. જોકે પ્રથમ મેચમાં જે રીતે ટીમ ઇન્ડિયાની શરુઆતની વિકેટો ખેડવી દીધી હતી તેવી જ રીતે આ મેચમાં પણ ટોપ આેર્ડરને આઉટ કરી હરીફ ટીમને દબાણમાં લાવવા પ્રયાસ કરશું.