રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીઆે સામે સખત પગલાં ન લેવા હાઈકોર્ટનો આદેશ

September 8, 2018 at 3:00 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સાથે જોડાયેલી બીએ ડાંગર કોલેજમાં હોમિયોપથીના કોર્સમાં બોગસ ડિગ્રી, માર્કશિટ્સ કૌભાંડનો મામલો હાઇકોર્ટ સમક્ષ પહાેંચ્યો છે. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદને રદ કરાવવા 18 જેટલા વિદ્યાર્થીઆે દ્વારા બે પિટિશન કરાઈ છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. દેસાઇએ પ્રતિવાદીઆેને નોટિસ પાઠવી છે. સાથે હાલ પૂરતાં અરજદારો સામે કોઇ સખત પગલાં નહી લેવાનો આદેશ કરી તપાસ ચાલુ રાખવાનું નાેંધ્યું છે.
આ અરજદાર કશ્યપ તન્ના અને અન્યાે વતી એડવોકેટ રાહિલ જૈને હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન કરી છે. જેમાં સિનિયર એડવોકેટ યતિન આેઝા દ્વારા તેમના પક્ષે દલીલો કરાઈ હતી. આ કેસની હકીકત જણાવતાં એડવોકેટ રાહિલે કહ્યું હતું કે,બીએ ડાંગર કોલેજમાં વિદ્યાર્થીઆે દ્વારા હોમિયોપથી કોર્સમાં વર્ષ 2011માં પ્રવેશ લેવાયો હતો. કોલેજના પ્રિિન્સપાલે પોતાની રુએ તમામ વિદ્યાર્થીઆેને પ્રવેશ ફાળવ્યા હતા. તેમણે બિહાર, મુંફરનગર અને વિનોબાભાવે યુનિવસિર્ટીની બોગસ માર્કશિટ્સ સહિતના દસ્તાવેજો યુનિવસિર્ટીમાં જમા કરાવ્યા હતા. આ વિદ્યાર્થીઆે પૈકી ત્રણ તો હોમિયોપથીના તબીબ પણ બની ગયા.થ વધુમાં જણાવ્યું હતું કે,મીડિયામાં આ માર્કશિટ્સનું કૌભાંડ હોવાનું આપ્યું હતું. તેની તપાસ ચાલુ થઇ હતી અને ચોથા વર્ષમાં ભણતા 15 જેટલા વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા હતા. તે ઉપરાંત તબીબ બની ગયેલા ત્રણના લાઈસન્સ કાઉિન્સલે રદ કર્યા હતા. આ તમામની સામે પોલીસ ફરિયાદ થઇ હતી અને પ્રિિન્સપાલને સૂત્રધાર બતાવ્યા હતા. જો કે વિદ્યાર્થીઆે કોઇ કાવતરામાં સામેલ નહી હોવાથી તેમણે હાઇકોર્ટમાં તેમની વિરુÙની ફરિયાદ રદ કરવાની માગ કરી છે.

Comments

comments

VOTING POLL