રાજકોટની લાપત્તા આહિર યુવતીનો ધ્રાંગધ્રા ચોકડી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

February 12, 2019 at 11:46 am


રાજકોટમાંથી ભેદી સંજોગોમાં લાપત્તા થયેલી આહીર યુવતીનો ધ્રાંગધ્રા ચોકડી પાસે સરાજાહેર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે પોલીસે યુવતીના કોલ ડીટેઈલના આધારે તપાસ કરતા તેના પાડોશમાં રહેતો બોરીચા યુવાનનું નામ ખુલતા અમદાવાદથી લીબડી આવતા આહીર યુવાને લીબડી નજીક ઝેરી દવા પી જતાં બન્નેને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નવલનગરમાં રહેતી ધારા રાજેશભાઈ કોઠીવાર નામની આહીર યુવતીએ ધ્રાંગધ્રા નજીક ઝેરી દવા પી લેતાં તેને વધુ સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ તેના પાડોશમાં રહેતા મવડી પ્લોટ નજીક નવલનગરમાં રહેતો ભાવેશ સુખાભાઈ બોરીચા ઉ.વ.36 નામના યુવાને લીબડી પાસે ઝેરી દવા પી લેતાં તેને વધુ સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવના પગલે પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા નવલનગરમાં રહેતી ધારા ગત તા.8મીએ ઘેરથી લાપત્તા થઈ ગયાનું અને બે બેન એક ભાઈમાં મોટી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. દરમિયાન ધ્રાંગધ્રા નજીક ઝેરી દવા પી લેતાં પોલીસે તપાસ કરતા ધારા લાપત્તા હોવાનું બહાર આવતા માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.
પોલીસની વિશેષ તપાસમાં કોલ ડીટેઈલના આધારે તપાસ કરતા ધારાના મોબાઈલમાં નવલનગરમાં રહેતો ભાવેશ બોરીચાએ અવારનવાર વાતો કરી હોવાનું બહાર આવ્યું હોય પોલીસે ભાવેશને પુછપરછ માટે બોલાવતા તેણે પણ લીબડી નજીક ઝેરી દવા પી પગલું ભરી લીધાનું જાણવા મýયું હતું. પોલીસની વધુ તપાસમાં રીક્ષા ચાલક ભાવેશ એક ભાઈ ત્રણ બેનમાં વચેટ હોવાનું અને બે પુત્રના પિતા હોવાનું અને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની વિશેષ તપાસમાં ધારા સાથે આેળખાણ હોય રૂા.પાંચ હજારની મદદ કરી હોય જેથી ફોનમાં વાતચીત કર્યાનું ભાવેશે રટણ કરતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL