રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાંધવાનો કોન્ટ્રાકટ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે મેળવ્યો

August 14, 2018 at 11:59 am


રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતમાં રાજકોટમાં હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બાંધવાનો કોન્ટ્રાકટ મેળવવાની નજીકમાં છે. કંપની પ્રાેજેકટ માટે સૌથી નીચા ભાવના બિડર તરીકે ઉભરી આવી છે. એરપોર્ટ આેથોરિટી આેફ ઈન્ડિયા (એએઆઈ) દ્વારા ગયા સપ્તાહે આ ટેન્ડર તરતું મુકવામાં આવ્યું હતું. રિલાયન્સ ઈન્ફ્રાએ આ ટેન્ડર માટે રૂા.650 કરોડનો ભાવ દશાર્વ્યો હોવાનું કહેવાય છે. આ પ્રાેજેકટના લીધે રાજકોટના વર્તમાન એરપોર્ટને નડતા અવરોધો દૂર થશે. રાજકોટનું વર્તમાન એરપોર્ટ નાનું છે અને તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી.

રિલાયન્સ ઈન્ફ્રા સૌથી નીચના ભાવની બિડર છે. અમે ટૂંક સમયમાં આ કાર્યવાહી પૂરી કરીશું અને તેને પ્રાેજેકટની ફાળવણી કરીશું, એમ એએઆઈએ જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે પણ પ્રાેજેકટ માટે બિડ કરી હોવાનું મનાય છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે આ પ્રાેજેકટ માટે બિડ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની બિડ પ્રાઈસ રૂા.650 કરોડની આસપાસ હતી, જેની સામે એએઆઈનો અંદાજિત ખર્ચ રૂા.800 કરોડ છે. પ્રાેજેકટ માટેના અન્ય બિડરોમાં લાર્સન એન્ડ ટુબ્રાે, એફકોન્સ, દિલીપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રાેજેકટ્સ હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાેજેકટ માટે લેટર આેફ એવોર્ડ ફાળવ્યાની તારીખથી 30 દિવસમાં આ એરપોર્ટની કામગીરી પૂરી કરવી પડશે. આ એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઈવે (એનએચ-8બી)ની નજીક બાંધવામાં આવશે અને તે રાજકોટના વર્તમાન એરપોર્ટથી 36 કિલોમીટર દૂર હશે. એએઆઈ આ સિવાય માને છે કે તેના લીધે અમદાવાદ એરપોર્ટનો કેટલોક વધારાનો ટ્રાફિક શોષાઈ જશે. ગયા વર્ષે આ પ્રાેજેકટને મંજૂરી મળી હતી. ઉદ્યાેગ માને છે કે મોટા શહેરમાં ગીચતા વધારે છે ત્યારે બીજી શ્રેણીમાં શહેરો રોકાણ માટે ઘણી મહત્વની તક પૂરી પાડે છે.

Comments

comments