રાજકોટનું ૭૯.૫૮ ટકા પરિણામ: એ–૧ ગ્રેડમાં ૧૨૯ વિધાર્થી

May 25, 2019 at 4:46 pm


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે જાહેર કરાયેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજકોટનું ૭૯.૫૮ ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં સૌથી વધુ ૧૨૯ વિધાર્થીઓ રાજકોટ જિલ્લામાં એ–૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. જો કે, પરિણામની ટકાવારીની ધ્ષ્ટ્રિએ ગુજરાતના ૩૬ જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લો ટોપટેનની યાદીમાંથી ગાયબ થઈ ગયો છે. રાજકોટ કરતાં જામનગર, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, બોટાદ, મોરબી અને દીવ પરિણામમાં આગળ છે. આ તમામ જિલ્લાઓનું પરિણામ ૮૦ ટકાથી વધુ છે.
ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં ૨૧,૬૫૫ વિધાર્થીઓ નોંધાયા હતા તે પૈકી ૨૧,૬૧૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. એ–૧ ગ્રેડમાં ૧૨૯ વિધાર્થીઓ પાસ થયા છે

Comments

comments

VOTING POLL