રાજકોટમાં ચેકિંગ દરમિયાન આઠ લાખની રોકડ ઝડપાઇ: સ્ટેટીક ટીમ સાથે માથાકૂટ: ત્રણની ધરપકડ

April 12, 2019 at 11:08 am


રાજકોટમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને રોકડની હેરાફેરી ન થાય તે માટે સ્ટેસ્ટિક ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ અને સ્ટેસ્ટિક ટીમે અલગ-અલગ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરી ચેકિંગ શ કર્યું છે ત્યારે ગઈકાલે કુવાડવા રોડ પર સ્કોર્પિયોમાં આઠ લાખની રોકડ સાથે ત્રણ ભરવાડ શખસોને અટકાવ્યા હતા અને આ બાબતે ભરવાડ શખસોએ સ્ટેટસ્ટિક ટીમ સાથે માથાકૂટ કરી રોકડ ભરેલો થેલો લઈ ભાગી ગયા હતા જે અંગે ફરજમાં કાવટનો ગુનો નોંધાયા બાદ ત્રણેયની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

આ બનાવ અંગે ક્રિષ્ના પાર્ક બ્લોક નં.235, પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા અને સ્ટેટસ્ટિક ટીમમાં ફરજ બજાવતા રત્નાભાઈ રવજીભાઈ વરસાણીની ફરિયાદના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલ પંપ ધરાવતાં ગુંદાળા ગામે રહેતા જગદીશ રતાભાઈ ગમારા, નારણ વેલાભાઈ ગમારા અને કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતા વિરમ ગેલાભાઈ ગમારા સામે ફરજમાં કાવટનો ગુનો નોંધાયો હતો અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
રત્નાભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર ચેકપોસ્ટ ખાતે ફરજ ઉપર હતા ત્યારે જી.જે.3-જે.એસ.5634 નંબરની સ્કોર્પિયોને અટકાવી હતી જેમાંથી ા.8 લાખની રોકડ મળી આવી હતી જે બાબતે વિરમભાઈ, જગદીશભાઈ અને નારણભાઈની પૂછપરછ કરી આ રોકડના હિસાબ અને બિલ રજૂ કરવા સ્ટેટસ્ટિક ટીમે કાર્યવાહી શ કરી હતી તેમજ આ રોકડની ગણતરી કરવાનું જણાવતાં વાંકાનેર નજીકના પેટ્રોલ પંપ ધરાવતાં ત્રણેય ભરવાડ શખસોએ સ્ટેટસ્ટિક ટીમ સાથે ઝઘડો કરી રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગુનો નોંધાયા બાદ બી-ડિવિઝન પોલીસે કાર નંબરના આધારે ત્રણેયની ઓળખ મેળવી ધરપકડ કરી છે.

Comments

comments