રાજકોટમાં જસદણના યુવાનની હત્યામાં ચાર શખસો પોલીસ સકંજામાં: બે કોન્સ્ટેબલની શોધખો

April 12, 2019 at 11:17 am


રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બુધવારે મોડીરાત્રે ગોલા ખાવા ગયેલા જસદણના બે કાઠી ક્ષત્રિય યુવાનો પર બે પોલીસ કોન્સ્ટેબલ સહિત તેના પાંચ મિત્રોએ છરીથી હત્પમલો કર્યા બાદ એક યુવાનનું મોત થયું હતું. યારે અન્યને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે હત્યા તેમજ હત્યાની કોશિષની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ત્રણ ટીમો બનાવાઈ હતી જેમાં મોડીરાત્રે પોલીસે આ હત્યાકેસમાં સંડોવાયેલા ચાર શખસોને સકંજામાં લીધા છે યારે હત્યાના સૂત્રધાર બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ હજુ ફરાર હોય આ ત્રણેયને પોલીસ શરણે કરવા માટેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
મુળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરિયા ગામના દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. બુધવારે મોડીરાત્રે ઈન્દિરા સર્કલ પાસે જસદણના કુલદીપ ચાંપરાજભાઈ ખવડ (ઉ.વ.૨૨) અને તેના મિત્ર અભિલવ ઉર્ફે લાલભાઈ શિવકુભાઈ ખાચર (ઉ.વ.૨૬) નામના બન્ને યુવાનો અને અન્ય મિત્રો સાથે દેવેન્દ્ર ઈન્દિરા સર્કલ પાસે હતા ત્યારે આઝાદ ગોલાની દુકાને ગોલા ખાવા ગયા તે વખતે ઉંચા અવાજે બોલવા બાબતે અભિલવને ઝઘડો થયો હતો અને અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર અને હાલ પ્ર.નગરના કોન્સ્ટેબલ વિજય રાયધનભાઈ ડાંગર તેમજ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હિરેન ખેરડિયા તથા તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણ અને અન્ય ચાર શખસોએ અભિલવ અને કુલદીપ ઉપર છરી વડે હત્પમલો કર્યેા હતો જેમાં કુલદીપનું મોત થયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના સાત શખસોની ધરપકડ માટે પોલીસ કમિશનરે અલગ–અલગ ત્રણ ટીમ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અલગ–અલગ ટીમોએ હત્યામાં સંડોવાયેલા તમામની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી હતી જેમાં મોડીરાત્રે હત્યામાં સંડોવાયેલા ચાર શખસો પોલીસ સકંજામાં આવી ગયા છે યારે હત્યાના સૂત્રધાર પોલીસ કોન્સ્ટેબલ વિજય ડાંગર, હિરેન ખેરડિયા અને અર્જુનસિંહ ચૌહાણ હજુ ફરાર હોય આ ત્રણેયને પોલીસ શરણે સાંજ સુધીમાં કરવા તખ્તો ગોઠવાઈ રહ્યો છે. હત્યામાં સંડોવાયેલા ચારેય શખસો પોલીસ સકંજામાં આવ્યા બાદ હત્યામાં કોની કોની શું ભૂમિકા હતી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

Comments

comments