રાજકોટમાં જામનગર રોડ પાસે વણિક વેપારી સાથે મૈત્રી કરારથી રહેતી મહિલાની લાશ મળ

May 3, 2018 at 11:39 am


રાજકોટમાં જામનગર રોડ પાસે નાગેશ્ર્વર મંદિર નજીક તીર્થ એપાર્ટમેન્ટમાં વણીક વેપારી સાથે મૈત્રીકરારથી રહેતી રીના વિમલ કામદાર નામની ૩૫ વર્ષિય મહિલાની લાશ મળી આવતા અનેક ભેદભરમ સર્જાયા છે. પોલીસે સમગ્ર બનાવ શંકાસ્પદ જણાતા મૃત્યુનું ચોકકસ કારણ જાણવા માટે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે તીર્થ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગતરાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં રીનાબેનની લાશ મળી આવી હતી. જામનગર રહેતા પિતાનું અવસાન થયું હોવાથી વિમલ કામદાર ગઈકાલે જામનગર હતો. ત્યારે વારંવાર કોલ કરવા છતાં રીનાબેને કોલ રીસીવ કર્યેા નહીં એટલે તેણે પોતાના પાડોશીને ફલેટ પર તપાસ કરવા મોકલ્યા હતા. દરવાજો અંદરથી લોક થયેલો હોવાનું જણાઈ આવ્યું હતું એટલે વિમલ કામદારે દરવાજો તોડાવીને તપાસ કરવાનું કહ્યું હતું. પાડોશીએ પોલીસને પણ બોલાવી લીધી હતી. છેવટે ફલેટનો દરવાજો તોડીને જોવામાં આવતા રીનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. દેખીતી રીતે મૃત્યુનું કોઈ કારણ જણાઈ ન આવતા પોલીસે લાશનું ફોરેન્સીક પીએમ કરાવવા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે લાશને ખસેડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મુળ મુંબઈના વતની ગીફટ આર્ટીકલના વેપારી વિમલ કામદાર સાથે વર્ષ ૨૦૧૬થી રીનાબેન મૈત્રીકરારથી રહેતી હતી. હાલ તેની માનસીક બિમારીની સારવાર પણ ચાલતી હોવાનો દાવો કુટુંબીજનોએ કર્યેા હતો. મૃત્યુ પાછળ હાર્ટએટેક કારણભૂત છે કે દવાનો ઓવરડોઝ કે બીજું કઈં ? તે જાણવા પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે.

Comments

comments

VOTING POLL