રાજકોટમાં ટ્રકે એક્ટિવાને ઠોકરે લેતાં દંપતીનું મોત

February 1, 2018 at 2:08 pm


રાજકોટમાં ટ્રાફિક સપ્તાહ દરમિયાન પુરપાટ ટ્રકે એકટીવાને ઠોકરે લેતાં વૃધ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થતાં ચાલક ટ્રક મુકીને નાસી છૂટતા રોષે ભરાયેલું ટોળુ ટ્રક સળગાવે તે પહેલા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગોકુલધામ પાસે રહેતા આહીર દંપતી સવારે પત્નીના બેને મોતિયો ઉતરાવ્યો હોય સામાકાંઠે આવેલ ભગીરથ સોસાયટીમાં ખબર કાઢવા જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. બનાવના પગલે આહીર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ઓવરબ્રિજ પાસે બેકાબુ ટ્રકે એકટીવાને ઠોકરે લેતાં ગોકુલધામ પાસે આવેલ ન્યુ ગોકુલ પાર્કમાં રહેતા મુળુભાઈ ઉગાભાઈ ચાવડા ઉ.વ.60 નામના આહીર વૃધ્ધ તથા તેમના પત્ની શાંતાબેન ઉ.વ.55નું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ જતાં ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો. બેકાબુ ટોળુ ટ્રક સળગાવે તે પહેલા જ એ-ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વૃધ્ધ દંપતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં રાજકોટના ગોકુલધામ પાસેના ન્યુ ગોપાલ પાર્કમાં રહેતા મુળુભાઈ ચાવડા અને તેમના પત્ની નિત્યક્રમ મુજબ આજે સવારે મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું ઘટનાસ્થળે દોડી આવેલા તેમના પુત્રએ જણાવ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં નિવૃત્ત જીવન જીવતા મુળુભાઈ ચાવડા ચાર ભાઈ બે બેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આજે સવારે મુળુભાઈના પત્ની શાંતાબેનના બેન રામકુબેન મેરામભાઈ ડાંગરે મોતીયો ઉતરાવ્યો હોય જેની ભગીરથ સોસાયટીમાં ખબર કાઢવા જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પીએસઆઈ ડી.બી.ખેર સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL