રાજકોટમાં ધાબડિયું વાતાવરણઃ સવારે ઠાર : ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના

January 21, 2019 at 6:30 pm


રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતાં ઠાર સાથે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બપોરે સૂર્યનારાયણના દર્શન થતાં ગરમી વધી જતી હોય છે પરંતુ આજે ધાબડિયું વાતાવરણ હોવાથી ગરમીમાં પણ રાહત મળી હતી. દ્વારકા અને કચ્છમાં આજે બપોરે ઝાપટું પડéું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું છે. રાજકોટમાં 86, પોરબંદરમાં 82, વેરાવળમાં 80, દ્વારકામાં 75, આેખામાં 82, ભુજમાં 87, નલિયામાં 77, કંડલામાં 89, અમરેલીમાં 70, મહુવામાં 76, સુરતમાં 94 ટકા ભેજ નાેંધાયો છે. ભેજના કારણે સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ભેજની સાથાેસાથ અમુક સ્થળોએ ઝાકળવષાર્ પણ જોવા મળી હતી. સવારે ફૂલગુલાબી ઠંડીનો માહોલ અનુભવાયો હતો. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 15.7, નલિયામાં 11.8, ભુજમાં 15, અમરેલીમાં 15.6 ડિગ્રી નાેંધાયું છે. કાશ્મીરમાં હિમવષાર્ના પગલે ઠંડીનો વધુ એક રાઉન્ડ એકાદ-બે દિવસમાં જ આવે તેવી શકયતા છે.

Comments

comments

VOTING POLL