રાજકોટમાં ધૂમ લગ્નગાળોઃ મનપાના હોલ હાઉસફૂલ

December 6, 2018 at 4:38 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 21 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે અને લગ્નપ્રસંગ સહિતના પ્રસંગો માટે ફક્ત રૂા.2000થી 4000ના પ્રતિ દિવસ મુજબના ભાડે આપવામાં આવતાં હોય ગરીબો અને મધ્યમ વર્ગના શહેરીજનો માટે પ્રસંગો ઉકેલવા માટે આ કોમ્યુનિટી હોલ ખૂબ જ આશીવાર્દરૂપ સાબિત થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં લગ્નગાળાની ધૂમ સિઝન હોય મહાપાલિકાની એસ્ટેટ શાખામાં કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવા માટે અરજદારો પડાપડી બોલાવી રહ્યા છે. જો કે હવે આેનલાઈન બુકિંગની પÙતિ અમલી છે પરંતુ જે શહેરીજનોને આેનલાઈન બુકિંગ કરતાં ફાવતું ન હોય તેઆે કચેરીમાં રૂબરૂ આવતાં હોય એસ્ટેટ બ્રાન્ચમાં ભારે ધસારો જોવા મળી રહ્યાે છે.

વધુમાં એસ્ટેટ શાખાના સ્ટાફના વતુર્ળોના જણાવ્યા મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ત્રણ મહિનાના શુભ મુહૂર્તોમાં લગભગ તમામ હોલનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ફક્ત રૂા.2000થી 4000ના ભાડે હોલ આપવામાં આવતાં હોય મહાપાલિકાના કોમ્યુનિટી હોલની ભારે ડિમાન્ડ રહે છે. દરમિયાન તાજેતરમાં લગભગ તમામ કોમ્યુનિટી હોલનું રિનોવેશન કરી નાખવામાં આવ્યું હોય તેમજ દરેક હોલના રસોડામાં હાલ સુધી ગેસના બાટલા મારફતે રસોઈ કરવામાં આવતી હતી પરંતુ હવે ગેસલાઈન પણ નાખી આપવામાં આવી હોય બુકિંગ કરાવનારાઆેની અનુકુળતા અને સુવિધામાં વધારો થયો છે.

Comments

comments

VOTING POLL